૨૦૨૦માં પહેલા દિવસે સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મ બની બાગી 3

08 March, 2020 03:13 PM IST  |  Mumbai Desk

૨૦૨૦માં પહેલા દિવસે સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મ બની બાગી 3

બાગી 3

ટાઇગર શ્રોફની ‘બાગી 3’એ શુક્રવારે રિલીઝના પહેલા દિવસે ૧૭.૫૦ કરોડનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ ૨૦૨૦ની પહેલા દિવસે સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મ બની છે. આ ફિલ્મમાં ટાઇગરની સાથે જૅકી શ્રોફ, શ્રદ્ધા કપૂર, રિતેશ દેશમુખ અને અંકિતા લોખંડે લીડ રોલમાં જોવા મળી રહ્યાં છે. ઍક્શનથી ભરપૂર આ ફિલ્મને અહમદ ખાને ડિરેક્ટ કરી છે. આ અગાઉ ટાઇગરની ૨૦૧૬માં આવેલી ‘બાગી’એ પહેલા દિવસે ૧૧.૮૭ કરોડનું કલેક્શન કર્યું હતું તો ૨૦૧૮માં આવેલી ‘બાગી 2’એ પહેલા દિવસે ૧૧.૯૪ કરોડનો બિઝનેસ કર્યો છે. આ રીતે જોવા જઈએ તો ટાઇગરની ‘બાગી 3’એ આ સિરીઝમાં પહેલા દિવસે સૌથી વધુ બિઝનેસ કરવાનો રેકૉર્ડ પણ બનાવ્યો છે.

૨૦૨૦માં પહેલા દિવસે સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મો

ફિલ્મનું નામ પહેલા દિવસનો બિઝનેસ
બાગી 3 ૧૭.૫૦ કરોડ
તાન્હાજી : ધ અનસંગ વૉરિયર ૧૫.૧૦ કરોડ
લવ આજ કલ 2 ૧૨.૪૦ કરોડ
સ્ટ્રીટ ડાન્સર 3D ૧૦.૨૬ કરોડ
શુભ મંગલ ઝ્યાદા સાવધાન ૯.૫૫ કરોડ

bollywood bollywood news bollywood gossips box office tiger shroff