વિકી ડોનરને કારણે મારા જેવા કલાકારો મોટાં સપનાં જોઈ શકે છે : આયુષ્માન

21 April, 2019 09:40 AM IST  | 

વિકી ડોનરને કારણે મારા જેવા કલાકારો મોટાં સપનાં જોઈ શકે છે : આયુષ્માન

ફાઈલ ફોટો

આયુષ્માન ખુરાનાનું કહેવું છે કે ‘વિકી ડોનર'નાં કારણે મારા જેવા બૉલીવુડની બહારથી આવેલા લોકો મોટાં સપનાં જોઈ શકે છે. 2012ની 20 એપ્રિલે આ ફિલ્મ રિલીઝ થઈ હતી અને એને ગઈકાલે સાત વર્ષ થયાં હતાં. આ ફિલ્મના ડિરેક્ટર શૂજિત સરકારનો આભાર માનતાં આયુષ્માને કહ્યું હતું કે ‘પહેલી ફિલ્મ તમારા માટે હંમેશાંથી સ્પેશ્યલ ફિલ્મ રહે છે. ‘વિકી ડોનર' ફિલ્મે મારા પર ખૂબ પ્રેમ વરસાવ્યો છે અને હું હંમેશાં ફિલ્મનો અને મારા ડિરેક્ટર શૂજિત સરકારનો ઋણી રહીશ. આનાથી જ મારી સિનેજર્નીની શરૂઆત થઈ હતી. એના કારણે હું ઘણુંખરું શીખ્યો અને એક કલાકાર તરીકે મારો વિકાસ થયો હતો.

ફિલ્મને મળેલી અદ્ભુત સફળતાથી મારા જેવા કલાકારો જે બહારથી આવે છે તેમનામાં આત્મવિશ્વાસ વધે છે કે તેઓ પણ મોટાં સપનાં જોઈ શકે છે. આ બ્રિલિયન્ટ ફિલ્મની કાસ્ટ અને ક્રૂને મળવું અને તેમની સાથે કામ કરવાનો અનુભવ શાનદાર રહ્યો હતો. મારા પર ભરોસો કરવા માટે હું શૂજિત સરકારનો આભાર માનું છું.'

 

આ પણ વાંચો: ફિલ્મ પછી મોદીની બાયોપિક પર બનેલી વેબ સીરીઝ પણ બૅન

 

‘વિકી ડોનર' દ્વારા આયુષ્માન એક કલાકારની સાથે જ એક સિંગર તરીકે પણ છવાઈ ગયો હતો. આ ફિલ્મમાં તેણે ‘પાની દા રંગ' ગીત ગાયું હતું. આ વિશે આયુષ્માને કહ્યું હતું કે ‘ફિલ્મ ‘વિકી ડોનર' દ્વારા એક કલાકાર અને એક સિંગર તરીકે મેં મારી જાતને એક્સ્પ્રેસ કરી હતી. આ ફિલ્મ અને ગીતને મળેલી અભૂતપૂર્વ સફળતાને કારણે હું નવી નવી વસ્તુઓ એક્સ્પ્લોર કરવા માટે પ્રેરિત થયો છું. આ ખરેખર એક શાનદાર અનુભવ હતો. આ સાથે જ એ મારી લાઇફનું ખૂબ જ અગત્યનું ચૅપ્ટર પણ બની ગયુ છે.'

ayushmann khurrana bollywood gossips