ડ્રીમ ગર્લ હવે હૉન્ગ કૉન્ગમાં

15 November, 2019 10:29 AM IST  |  Mumbai

ડ્રીમ ગર્લ હવે હૉન્ગ કૉન્ગમાં

આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાનાની ‘ડ્રીમ ગર્લ’ને હવે પાંચ ડિસેમ્બરે હૉન્ગ કૉન્ગમાં રિલીઝ કરવામાં આવશે. એકતા કપૂર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મમાં આયુષ્માનની સાથે નુશરત ભરુચા અને અનુ કપૂરે પણ કામ કર્યું હતું. ૧૩ સપ્ટેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મે બૉક્સ-ઑફિસ પર ૧૪૨.૨૬ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ડિસ્ટ્રીબ્યુશનનો રાઇટ ધરાવતા ઝી સ્ટુડિયોસ ઇન્ટરનૅશનલે હૉન્ગ કૉન્ગમાં આ ફિલ્મના ડિસ્ટ્રીબ્યુશન માટે MM2 સાથે પાર્ટનરશિપ કરી છે. ‘બરફી’, ‘દંગલ’, ‘સિક્રેટ સુપરસ્ટાર’ અને ‘હિચકી’ બાદ હૉન્ગ કૉન્ગમાં ઇન્ડિયન ફિલ્મને સારું માર્કેટ મળી રહ્યું છે.

ayushmann khurrana nushrat bharucha