Ayushmann Khurrana Doctor G:આયુષ્માન ખુરાના જોવા મળશે ડૉક્ટરના પાત્રમાં

22 December, 2020 12:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Ayushmann Khurrana Doctor G:આયુષ્માન ખુરાના જોવા મળશે ડૉક્ટરના પાત્રમાં

આયુષ્માન ખુરાના. તસવીર સૌજન્ય - જાગરણ

બૉલીવુડ એક્ટર આયુષ્માન ખુરાના જોરદાર એક્ટિંગ અને સુપરહિટ ફિલ્મોમાં કામ કરવા માટે જાણીતા છે. આયુષ્માન સતત હિટ ફિલ્મો આપી રહ્યા છે. તેમણે 'બરેલી કી બર્ફી', 'બધાઈ હો', 'વિક્કી ડોનર' અને 'શુભ મંગલ જ્યાદા સાવધાન' જેવી હિટ ફિલ્મો આપી છે. હવે આયુષ્માન જંગલી પિક્ચર્સ સાથે એક ફિલ્મ કરવા જઈ રહ્યા છે, જેનું નામ 'ડૉક્ટર જી' છે. આ ફિલ્મમાં આયુષ્માનના પાત્રનું નામ પણ 'ડૉક્ટર જી' રહેશે.

ફિલ્મ વિશે સોશિયલ મીડિયા પર એક તસવીર શૅર કરતાં આયુષ્માને કહ્યું કે, 'ડોક્ટર જી'ની સ્ક્રિપ્ટ મને ગમી ગઈ છે અને મેં તરત જ તેને હા પાડી દીધી છે.' કારણ કે આ એક સંપૂર્ણપણે ફ્રેશ વાર્તા અને એકદમ અલગ છે. સાથે જ આ ફિલ્મ સંપૂર્ણપણે નવી આઈડિયા પર આધારિત છે, ફિલ્મને જોઈને તમને હસી આવશે અને વિચારવા પર મજબૂર કરી દેશે.

પહેલીવાર ડૉક્ટર બનશે આયુષ્માન

આયુષ્માને જણાવ્યું કે, હું પોતાના કરિયરમાં પહેલીવાર ડૉક્ટરનો રોલ ભજવવા માટે ઘણો ઉત્સાહિત છું અને એક મેસેજ પણ આપ્યો છે જે સીધા તમારા હ્રદયને સ્પર્શે. આ ફિલ્મનું ડાયરેક્શન અનુભૂતિ કશ્યપ કરી રહી છે. ફિલ્મની વાર્તા કૉમેડી-ડ્રામા છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ સાથે પહેલીવાર અનુભૂતિ કશ્યપ ડાયરેક્શનમાં પોતાનો હાથ અજમાવશે. નિર્દેશક તરીકેની આ તેની પહેલી ફિલ્મ હશે. અનુભૂતિ આ અંગે કહે છે કે, હું ફિલ્મમેકિંગના કામમાં સંપૂર્ણ ઉત્સાહ સાથે આવી છું. હું જંગલી પિક્ચર્સ સાથે અને ટેલેન્ટેડ આયુષ્માન ખુરાના સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.

એક્ટર આયુષ્માન ખુરાનાએ બૉલીવુડમાં પોતાનું ડેબ્યૂ વર્ષ 2012માં રોમેન્ટિક કૉમેડી ફિલ્મ 'વિક્કી ડોનર 'સાથે કર્યું હતું. જો આપણે તેના વર્કફ્રન્ટની વાત કરીએ તો આયુષ્માન ખુરાના છેલ્લીવાર ફિલ્મ 'ગુલાબો સિતાબો'માં અમિતાભ બચ્ચન સાથે કામ કરતા નજર આવ્યા હતા. ફિલ્મમાં એમણે એક ભાડૂતની ભૂમિકા ભજવી હતી જે ભાડુ ચૂકવવાથી બચતો રહે છે. સાથે જ આયુષ્માનની પાછલી ફિલ્મ 'બધાઈ હો'એ 2 નેશનલ અવૉર્ડ્સ પોતાના નામે લીધા છે.

ayushmann khurrana bollywood bollywood news entertainment news