Article 15 Box Office collection : બીજા દિવસે કરી આટલી કમાણી

30 June, 2019 04:34 PM IST  |  મુંબઈ ડેસ્ક

Article 15 Box Office collection : બીજા દિવસે કરી આટલી કમાણી

આર્ટિકલ 15

આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'આર્ટિકલ 15' રિલીઝ થઈ ચૂકી છે અને ચાહકોથી લઇને ક્રિટિક્સ સુધી બધાંએ આ ફિલ્મના વખાણ કર્યાં છે. આર્ટિકલ 15ની પહેલા દિવસની કમાણીની વાત કરીએ તો ફિલ્મે 5.02 કરોડની કમાણી કરી હતી. જો કે રિલીઝના બીજા દિવસે એટલે કે શનિવારે ફિલ્મની કમાણીમાં વધારો થયો છે.

ફિલ્મે બીજા દિવસે 8 કરોડની કમાણી કરી છે. તેની સાથે જ ફિલ્મનું અત્યાર સુધીનું કલેક્શન 13.02 કરોડ રૂપિયા થઈ ગયું છે. બૉક્સ ઑફિસ પર 'આર્ટિકલ 15'ની ટક્કર અત્યારે શાહિદ કપૂરની ફિલ્મ 'કબીર સિંહ' સાથે છે. પણ આશા છે કે બન્ને ફિલ્મોનો પ્લૉટ ખૂબ જ જુદો છે એવામાં કોઇપણ ફિલ્મ બીજી ફિલ્મને નુકસાન નહીં પહોંચાડી શકે.

'આર્ટિકલ 15' રિલીઝ પહેલાથી જ વિવાદોમાં રહી હતી. હકીકતે, આ ફિલ્મમાં સમાજમાં જાતિને લઇને રહેલા ભેદભાવ દર્શાવવામાં આવ્યો છે, એવામાં એક વર્ગે ફિલ્મનો વિરોધ કર્યો હતો. પહેલા દિવસે કમાણીના મામલે આયુષ્માનની અત્યાર સુધીની બીજી મોટી ફિલ્મ છે. આ પહેલા 2018માં આવેલી ફિલ્મ 'બધાઇ હો'એ 7.35 કરોડની ઓપનિંગ કરી હતી. ફિલ્મની સારી ઓપનિંગ બાદ આયુષ્માન ખુરાનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટર શેર કરીને ચાહકોનો આભાર માન્ચો છે.

ઉલ્લેખનીય છે કે ફિલ્મ આર્ટિકલ 15 વિરોધ પછી રિલીઝ થઈ છે. ફિલ્મ આર્ટિકલ 15ને સિનેમાઘરોમાં શાહિદ કપૂર અને કિયારા આડવાણીની કબીર સિંહનો સામનો કરી રહી છે. કબીર સિંહ ગત સપ્તાહે રિલીઝ થઈ હતી અને ધમાકેદાર કમાણી કરી રહી છે એટલુ જ નહી સલમાન ખાન સ્ટારર ફિલ્મ ભારત પણ કમાણી કરી રહી છે. ફિલ્મ આર્ટિકલ 15 આયુષ્માન ખુરાના દમદાર દેખાઈ રહ્યા છે. ફિલ્મમાં આયુષ્માન પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : આર્ટિકલ 15ના વિરોધમાં બ્રાહ્મણ સમાજે કાનપુરમાં હોબાળો મચાવ્યો

ભારતના બંધારણ અંતર્ગત આર્ટિકલ 15 એક એવો કાયદો છે, જે ભારતના તમામ નાગરિકોને કોઈ પણ જાહેર જગ્યા પર જવા માટે સમાન અધિકાર આપે છે. આ જ વાતની આસપાસ અનુભવ સિંહાએ ફિલ્મની વાર્તા લખી છે. વિદેશમાં ભણેલો એક યુવાન અયાન રંજન (આયુષ્માન ખુરાના) પોતાના પિતાના કહેવા પર IPS ઓફિસર બને છે, અને તેનું પહેલું પોસ્ટિંગ થાય છે ઉત્તર પ્રદેશના એક નાનકડા જિલ્લામાં જ્યાં જાતિગત ભેદભાવ પૂર જોરમાં છે. ત્યારે અયાન સામ એક એવો ગંભીર અપરાધ આવે છે. સમાજના જુદા જુદા વર્ગના લોકો તેના પર પોતાનું જુદુ જદુ વલણ અપનાવે છે. અયાન કહે છે કે કાયદો ચાલશે તો ફક્ત બંધારણનો. તો શું સમાજના જુદા જુદા વર્ગના લોકો એક IPS અધિકારીને પોતાની ફરજ નિભાવવા દેશે ? શું અયાન રંજન આ પરિસ્થિતિ સામે ઘૂંટણે પડી જશે ? આ જ ઘટનાઓ પર બનેલી છે ફિલ્મ આર્ટિકલ 15. આટલા સંવેદનશીલ વિષય પર ફિલ્મ બનાવવાનો નિર્ણય લઈને લેખક અને ડિરેક્ટ તરીકે અનુભવ સિંહા સામે પડકાર હતા, જેમાં તે સફર રહ્યા છે.

bollywood bollywood news bollywood events ayushmann khurrana