18 August, 2023 04:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આયુષમાન ખુરાના ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ શોમાં
આયુષમાન ખુરાનાનું કહેવું છે કે સમયની સાથે તેનો સોનાલી બેન્દ્રે બહલ પ્રત્યેનો રિસ્પેક્ટ સતત વધતો ગયો છે. આયુષમાન તેની અનન્યા પાન્ડે સાથેની ‘ડ્રીમ ગર્લ 2’ને પ્રમોટ કરવા માટે ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’માં ગયો હતો. આ એ જ શો છે જેને આયુષમાને અગાઉ હોસ્ટ પણ કર્યો હતો. આ શોમાં સ્પર્ધક બૂગી એલએલબી અને કોરિયોગ્રાફર સૌમ્યા કાંબલેએ ‘મુક્કાલા મુકાબલા’ ગીત પર પર્ફોર્મ કર્યું હતું. ત્યાર બાદ બૂગીએ અનન્યા પાન્ડે માટે એક શાયરી પણ કહી હતી, જે તેને ખૂબ જ પસંદ પડી હતી. ત્યાર બાદ આયુષમાને કહ્યું કે ‘હું સોનાલી મૅમનો ખૂબ જ મોટો ફૅન છું. અમે બન્ને ‘ઇન્ડિયાઝ ગોટ ટૅલન્ટ’નાં પાર્ટ હતાં જ્યાં તેઓ જજ હતાં અને હું શોને હોસ્ટ કરી રહ્યો હતો. હું એ સમયથી સોનાલી મૅમનો દીવાનો છું. સમયની સાથે તેમના પ્રત્યેનો મારો રિસ્પેક્ટ વધતો ગયો છે. એ સમયે મેં તેમના માટે ગીત પણ ગાયું હતું.’