09 September, 2023 02:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આયુષ્માન ખુરાના
આયુષમાન ખુરાનાએ સોશ્યલ મીડિયામાં ફૅન્સની વિનંતીને માન આપતાં વાળ શૉર્ટ કરી નાખ્યા છે. તેનો નવો લુક સૌને ગમી રહ્યો છે. તે પોતાના લુક સાથે નવા-નવા એક્સપરિમેન્ટ કરતો રહે છે. થોડા સમય પહેલાં રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’ ખૂબ ધમાલ મચાવી રહી છે. પોતાના નવા લુક વિશે આયુષમાને કહ્યું કે ‘મારા પર્સનલ ગ્રૂમિંગની વાત આવે તો હું એના પર ખૂબ ધ્યાન આપું છું. મને અલગ-અલગ લુક અપનાવવા ગમે છે અને હું મારી હેરસ્ટાઇલ સાથે પણ સતત એક્સપરિમેન્ટ કરતો રહું છું. મને લાગે છે કે સારી હેરસ્ટાઇલ આત્મવિશ્વાસનો ઉમેરો કરે છે અને તમારી પર્સનાલિટીને પણ નિખારે છે. મારા કૉલેજના દિવસોથી જ મને મારા હેરની અલગ સ્ટાઇલ કરવી અને નવા લુક અપનાવવા ગમે છે. હું ઍક્ટર હોવાથી મારી ફિલ્મોમાં અલગ દેખાવું મારા માટે જરૂરી બની જાય છે. સોશ્યલ મીડિયામાં મને તરત ફીડબૅક મળે છે. લોકો મારા વાળ વિશે મને વિવિધ સલાહ આપે છે કે મારે શું કરવું જોઈએ. મને મારા હેરને શૉર્ટ કરવાની અને શાર્પ કરવાની સતત રિક્વેસ્ટ આવતી હતી. મારી આ નવી હેરસ્ટાઇલ બાદ તો સોશ્યલ મીડિયામાં કમેન્ટની વર્ષા થવા માંડી છે.’