09 November, 2025 08:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શર્વરી અને આયુષમાન ખુરાના
સૂરજ બડજાત્યાએ તેમની આગામી ફિલ્મનું એક અઠવાડિયાનું શૂટિંગ કરી લીધું છે અને હવે તેઓ ૬૦ દિવસનું સ્ટાર્ટ-ટુ-ફિનિશ શેડ્યુલ શરૂ કરવા જઈ રહ્યા છે. આયુષમાન ખુરાના અને શર્વરીને ચમકાવતી આ ફિલ્મનું નામ અગાઉ ‘પ્રેમ કી શાદી’ રાખવામાં આવ્યું હતું, પણ હવે એનું નામ બદલીને ‘યે પ્રેમ મોલ લિયા’ કરવામાં આવ્યું છે. પહેલી નવેમ્બરે આ ફિલ્મનું શૂટિંગ કાંદિવલીમાં શરૂ થયું હતું જેમાં એક ગીતનું ફિલ્માંકન કરવામાં આવ્યું હતું અને હવે નેક્સ્ટ રાઉન્ડ બાંદરાના મેહબૂબ સ્ટુડિયોમાં શરૂ થવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, સુપ્રિયા પાઠક અને સીમા પાહવા પણ છે. સૂરજ બડજાત્યાએ છેલ્લે ૨૦૨૨માં ‘ઊંચાઈ’ બનાવી હતી.