આયુષ્માનની ‘આર્ટિકલ 15’નો લંડનના IFFમાં થશે પ્રીમિયર

11 May, 2019 08:35 AM IST  |  મુંબઈ

આયુષ્માનની ‘આર્ટિકલ 15’નો લંડનના IFFમાં થશે પ્રીમિયર

આયુષ્માન ખુરાના (File Photo)

આયુષ્માન ખુરાનાની ‘આર્ટિકલ 15’નો લંડનમાં આયોજિત થનાર ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર શો થવાનો છે. આ ફિલ્મના ડિરેક્ટર અનુભવ ‌‌સિંહા છે. આ ઇન્વેસ્ટિગેટિવ ડ્રામા ઓપનિંગ નાઇટ ફિલ્મ હશે. સાઉથ એશિયન ફિલ્મો માટે આ એક મોટો ફેસ્ટિવલ ગણાય છે. આ ફેસ્ટિવલને બાગરી ફાઉન્ડેશન અને બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ સપોર્ટ કરે છે. આ ફેસ્ટિવલમાં સ્પેશ્યલ ગેસ્ટ તરીકે અનુરાગ કશ્યપ અને રાધિકા આપ્ટે હાજર રહેશે. આ ફેસ્ટિવલની આ દસમી ઍનિવર્સરી છે. આ ફેસ્ટિવલના માધ્યમથી યુકેના મેઇનસ્ટ્રીમ મીડિયા અને ઇન્ડિયન ઑડિયન્સને સાઉથ એશિયન ફિલ્મો જોવાની તક મળશે. વીસ જૂનથી શરૂ થનાર આ ફેસ્ટિવલ ૮ જુલાઈ સુધી યોજવામાં આવશે. ફિલ્મનું સ્ક્રીનિંગ યુકેનાં અલગ-અલગ શહેરોમાં યોજવામાં આવશે. આ ફેસ્ટિવલની ક્લો‌ઝિંગ નાઇટ ફિલ્મ તરીકે નવાઝુદ્દીન સિદ્દીકીની ‘ફોટોગ્રાફ’ને પસંદ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ આ ગુજરાતી ગોરીના બોલ્ડ લૂક જોઈને ચોંકી જશો, જુઓ ફોટોઝ

ayushmann khurrana bollywood entertaintment