મુસ્લિમોને મળેલી જમીન પર બનવી જોઈએ સ્કૂલઃ સલીમ ખાન

10 November, 2019 02:21 PM IST  |  Mumbai

મુસ્લિમોને મળેલી જમીન પર બનવી જોઈએ સ્કૂલઃ સલીમ ખાન

સલીમ ખાન

રામજન્મભૂમિને લઈને લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ પર સુપ્રીમ કોર્ટે નિર્ણય સંભળાવી દીધો છે. કોર્ટે અયોધ્યામાં વિવાદિત જમીનને રામ મંદિરના નિર્માણ માટે આપી દીધી છે. તો સુન્ની વકફ બોર્ડને 5 એકર જમીન આપવાનો નિર્ણય કર્યો છે. કોર્ટના આ નિર્ણય બાદ સામાન્ય નાગરિકથી લઈને રાજનૈતિક-ફિલ્મી હસ્તીઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

એવામાં બોલીવુડ એક્ટર સલમાન ખાનના પિતા સલીમ ખાને કોર્ટના નિર્ણય પર પોતાના પ્રતિક્રિયા આપી છે. સલીમ ખાનના અનુસાર, અયોધ્યામાં મુસ્લિમોને આપવામાં આવનારી પાંચ એકર જમીન પર સ્કૂલ બનાવવામાં આવવી જોઈએ. તેમણે કહ્યું કે ભારતના મુસ્લિમોને મસ્જિદ નહીં સ્કૂલની જરૂર છે. સાથે જ તેમણે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરતા કહ્યું કે પૈગંબરએ ઈસ્લામની બે ખૂબીઓ જણાવી છે જેમાં પ્યાર અને ક્ષમા સામેલ છે.

સાથે જ સલીમ ખાનનું કહેવું છે, હવે જ્યારે આ કહાનીનો ધ એન્ડ થઈ ગયો છે તો મુસ્લિમોએ આ બે વિશેષતાઓ પર ચાલીને આગળ વધવું જોઈએ. મોહબ્બત વ્યક્ત કરો અને માફ કરો. હવે આ મુદ્દાને ફરી ન ઉખેડો. તો સલીમ ખાને કોઈ પણ હંગામી ખબર ન આવવા પર કહ્યું કે નિર્ણય આવ્યા હતા જે રીતે શાંતિ અને સૌહાર્દ કાયમ રહ્યું, તે પ્રશંસનીય છે. હવે તેનો સ્વીકાર કરો.

આ પણ વાંચોઃ રામજન્મભૂમિ આંદોલનની શરૂઆત ગોરખનાથ મંદિરથી થયેલી

સલીમ ખાને સ્કૂલની વાતને લઈને કહ્યું કે, અમારે મસ્જિદની જરૂર નથી, નમાજ તો અમે ક્યાંય પણ વાંચી લેશું. ટ્રેનમાં, પ્લેનમાં, જમીન પર પરંતુ અમને સારી સ્કૂલની જરૂર છે. શિક્ષણ સારું મળશે તો દેશની ઘણી કમીઓ ખતમ થઈ જશે.

ayodhya verdict salim khan