13 April, 2022 03:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગીત કેસરિયાનો વીડિયો સ્નિપ. તસવીર સૌજન્ય: અયાન મુખર્જીનો ઇન્સ્ટાગ્રામ
ફિલ્મમેકર અયાન મુખર્જીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો એક વીડિયો પોસ્ટ કરીને ફિલ્મ `બ્રહ્માસ્ત્ર`નું પ્રમોશન કર્યું છે. આલિયા-રણબીરના બહુપ્રતિક્ષિત લગ્નની પુષ્ટિ કરતા અયાને લખ્યું કે “રણબીર માટે અને આલિયા માટે! અને… આ સુંદર યાત્રા માટે જે તેઓ ટૂંક સમયમાં શરૂ કરવા જઈ રહ્યા છે!”
દિગ્દર્શકે આગળ લખ્યું કે “રણબીર અને આલિયા... આ દુનિયામાં મારા સૌથી નજીકના અને પ્રિય લોકો... મારા માટે સુખનું સ્થાન અને મારું સલામત સ્થળ... જેમણે મારા જીવનની દરેક વસ્તુને જોડી છે... અને પોતે સંપૂર્ણપણે અને નિઃસ્વાર્થપણે અમારી ફિલ્મ માટે ઘણું આપ્યું છે…! અમારે ફક્ત તેમની મીટિંગનો એક ભાગ શેર કરવાનો હતો, અમારી ફિલ્મમાંથી, અમારા ગીત કેસરિયામાંથી, તેમની ઉજવણી કરવા માટે... તેમને અને દરેકને ભેટ તરીકે!! શ્રેષ્ઠ ઊર્જા અને તમામ આશીર્વાદો, બધી ખુશીઓ અને તમામ શુભેચ્છા, તેઓ જીવનના એક અદ્ભુત નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છે.”
અહેવાલો અનુસાર આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પરંપરાગત પંજાબી રીતે લગ્ન કરશે. લગ્ન 15 એપ્રિલના રોજ વહેલી સવારે થશે. તેમના લગ્નની વિધિઓ આજથી શરૂ થઈ રહી છે. આજે શરૂઆતમાં, આરકેના વાસ્તુ નિવાસની બહાર બાઉન્સર અને બેરિકેડ જોવા મળ્યા હતા.