કમાણી મામલે દુનિયાની સૌથી મોટી ફિલ્મ બનવાની નજીક એવેન્જર્સ એન્ડગેમ

07 May, 2019 05:24 PM IST  |  મુંબઈ

કમાણી મામલે દુનિયાની સૌથી મોટી ફિલ્મ બનવાની નજીક એવેન્જર્સ એન્ડગેમ

કમાણી મામલે દુનિયાની સૌથી મોટી ફિલ્મ બનવાની નજીક એવેન્જર્સ

હોલીવુડ ફિલ્મ એવેન્જર્સ એન્ડગેમે કમાણીના તમામ વિક્રમો તોડી નાખ્યા છે. અત્યાર સુધી આ ફિલ્મની કમાણી વિશ્વરભરમાં 2.188 બિલિયન ડૉલર એટલે કે લગભગ 14 હજાર કરોડ રૂપિયાથી વધી ગઈ છે. આ સાથે જ ફિલ્મ એવેન્જર્સ એન્ડગેમે ફિલ્મ ટાઈટેનિકનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ ફિલ્મ હવે અવતારની કમાણીનો વિક્રમ તોડવાની નજીક છે. આ ફિલ્મ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મના મામલે પહેલા નંબર પર પહોંચી ગઈ છે. જણાવી દઈએ કે એવેન્જર્સ એન્ડગેમ ભારતીય ફિલ્મોને પહેલે જ પાછળ છોડી ચુકી છે.

બૉક્સ ઑફિસના આંકડાઓ અનુસાર 10 દિવસના કલેક્શન બાદ એવેન્જર્સ એન્ડગેમે સૌથી વધુ કમાણી કરી છે. આ પહેલા 1997માં રિલીઝ થયેલી ફિલ્મ ટાઈટેનિકને આવું કરવામાં 11 દિવસનો સમય લાગ્યો હતો. અવતારે આ કામ 47 દિવસોમાં કર્યું હતું.

આ પણ વાંચોઃ Avengers Endgame: વિશ્વમાં તબાહી મચાવ્યા બાદ હવે Avatarનો રેકોર્ડ તુટશે

અવતાર આ લિસ્ટમાં સૌથી ટોચ પર છે. જે બાદ છે ટાઈટેનિક, સ્ટાર વૉર્સ ધ ફોર્સ અવેકેંસ, એવેન્જર્સ ઈન્ફિનિટી છે. આ ફિલ્મે કમાણીના મામલામાં ભારતીય ફિલ્મોને પણ પાછળ છોડી છે. બે દિવસની કમાણીના મામલામાં તેણે બાહુબલી 2નો વિક્રમ પણ તોડ્યો છે.

avengers hollywood news