Avengers Endgame: વિશ્વમાં તબાહી મચાવ્યા બાદ હવે Avatarનો રેકોર્ડ તુટશે

06 May, 2019 11:37 AM IST  | 

Avengers Endgame: વિશ્વમાં તબાહી મચાવ્યા બાદ હવે Avatarનો રેકોર્ડ તુટશે

દુનિયાભરના બોક્સ ઓફિસ કલેક્શનમાં તોફાન

માર્વેલની એવેન્જર્સ એન્ડગેમ દુનિયાભરના બોક્સ ઓફિસ કલેક્શનમાં તોફાન મચાવી રહ્યું છે. એક પછી એક રેકોર્ડ ફિલ્મ પોતાના નામે કરી રહી છે. એવેન્જર્સ એન્ડગેમ દુનિયાભરમાં 2 બિલિયન ડોલરની કમાણી પાર કરી ગઈ છે. એવેન્જર્સ એન્ડગેમ અત્યાર સુધીના સૌથી સફળ ફિલ્મ 'અવતાર'નો રેકોર્ડ તોડવાની તૈયારીમાં છે. એવેન્જર્સ એન્ડગેમ13,835 કરોડની કમાણી પોતાના નામે કરી છે.

જેમ ભારતીય સિનેમામાં 100, 200 કરોડ મહત્વના હોય છે તેમ હોલિવૂડમાં 1 બિલિયન, 2 બિલિયન મહત્વના હોય છે. મોટા બજેટની હોલીવૂડ ફિલ્મો પાસેથી આ કમાણી થવાની આશા રાખવામાં આવે છે. એવેન્જર્સ એન્ડગેમ શનિવારે 2 બિલિયન કરોડ એટલે કે 13,835 કરોડ રુપિયાની કમાણી પોતાના નામે કરી છે અને સૌથી ઝડપી આટલી કમાણી કરનારી આ પહેલી ફિલ્મ છે.

આ પણ વાંચો: Movie Review:વાંચો RJ Harshilને કેવી લાગી Avengers End Game

હાલ જેમ્સ કેમરૂનની ફિલ્મ અવતાર હોલીવૂડમાં સૌથી વધુ કમાણી કરવનો રેકોર્ડ ધરાવે છે. અવતાર બોક્સ ઓફિસ કલેક્શન પર ધમાકેદાર કમાણી કરતા 2.78 બિલિયન એટલે કે 19,231 કરોડ રુપિયાની કમાણી કરી હતી. જો કે જે ઝડપે એવેન્જર્સ એન્ડગેમની કમાણી વધી રહી છે લાગી રહ્યું છે ફિલ્મ 'અવતાર'નો રેકોર્ડ તૂટવામાં વધારે સમય લાગશે નહી એવેન્જર્સ એન્ડગેમ દુનિયાના 25 દેશોમાં 24 એપ્રિલે રિલીઝ થઈ હતી. એવેન્જર્સ એન્ડગેમે માત્ર શરુઆતના 5 દિવસમાં 1 બિલિયન અને કુલ 11 દિવસમાં 2 બિલિયનની કમાણી પાર કરી હતી.