અવતાર 2નું શેડ્યુલ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે ન્યુ ઝીલૅન્ડમાં

23 May, 2020 09:36 PM IST  |  Mumbai Desk | Agencies

અવતાર 2નું શેડ્યુલ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે ન્યુ ઝીલૅન્ડમાં

અવતાર 2

ન્યુ ઝીલૅન્ડમાં જલદી જ ‘અવતાર 2’નું શૂટિંગ શરૂ કરવામાં આવશે. આ ફિલ્મના સેટનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રોડ્યુસર જૉન લેન્ડીએ કૅપ્શન આપી હતી કે ‘અમારા અવતારનો સેટ તૈયાર છે. આવતા અઠવાડિએ ન્યુ ઝીલૅન્ડમાં શૂટિંગ શરૂ કરવાને લઈને ઉત્સાહિત છું. નીચે હાઈ સ્પીડ મૅટાડોરને જુઓ. ટૉપ પર પીકાડોર જેટને જુઓ. તમારી સાથે વધુ માહિતી શૅર કરવા માટે આતુર છું.’

આ ફિલ્મનું શૂટિંગ માર્ચમાં શરૂ થવાનું હતું જોકે લોકડાઉનને કારણે શૂટિંગ પાછળ ધકેલાઈ ગયુ છે. 2009માં આવેલી આ ફિલ્મની સીક્વલ 2021ની 17 ડિસેમ્બરે રિલીઝ થવાની છે.

આ ફિલ્મમાં કામ કરવાને લઈને અગાઉ જેમ્સ કૅમરુને કહ્યું હતું કે ‘હું ‘અવતાર’માં કામ કરવા માટે તત્પર છું. જોકે રાજ્યમાં લાગવામાં આવેલા ઇમર્જન્સી કાયદાઓને જોતાં હાલમાં એ શક્ય નથી. એથી હાલમાં તો આ બધું હોલ્ડ પર રાખવામાં આવ્યું છે. અમે ન્યુ ઝીલૅન્ડમાં શૂટિંગ કરવાના હતા, પરંતુ એને પાછળ ધકેલવામાં આવ્યું હતું. જોકે અમે જેમ બને એમ વહેલાસર કામ કરવા માટે આતુર છીએ.’

bollywood bollywood news bollywood gossips avatar new zealand