‘બૉડીગાર્ડ’ વિનાનું સાહસ

19 April, 2012 05:25 AM IST  | 

‘બૉડીગાર્ડ’ વિનાનું સાહસ

ઍક્ટરમાંથી ડિરેક્ટર-પ્રોડ્યુસર બનેલા અતુલ અગ્નિહોત્રીની અત્યાર સુધીની ત્રણ ફિલ્મોમાં વાઇફ અલ્વિરાનો ભાઈ સલમાન ખાન નાના કે મોટા રોલમાં જોવા મળ્યો છે. ૨૦૦૪ની ‘દિલને જિસે અપના કહા’માં સલમાનનો પ્રીતિ ઝિન્ટા અને ભૂમિકા ચાવલા સાથે લીડ રોલ હતો. ૨૦૦૮માં ચેતન ભગતની નૉવેલ ‘વન નાઇટ ઍટ કૉલ સેન્ટર’ પરની ફિલ્મ ‘હેલો’માં સલમાને એક પૉપસ્ટાર તરીકેનો ગેસ્ટ અપીઅરન્સ કયોર્ હતો. ત્યાર પછી ગયા વર્ષની ‘બૉડીગાર્ડ’ ઈદમાં રિલીઝ થયા બાદ બૉલીવુડના બૉક્સ-ઑફિસ પર આજ સુધી ‘થþી ઇડિયટ્સ’ પછી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે. જોકે અતુલ અગ્નિહોત્રી હવે પછીનો પ્રોજેક્ટ સલમાન વગર કરશે.

અતુલના પ્રોડક્શનની આ ફિલ્મની સ્ક્રિપ્ટ, ડિરેક્ટર અને ક્યાં શૂટિંગ થશે એ બધું ફાઇનલ થઈ ગયું છે. અત્યારે કાસ્ટિંગ ચાલી રહ્યું છે, પણ ફિલ્મ સાથે સંકળાયેલા લોકો એની કોઈ જાણકારી આપવા તૈયાર નથી. જોકે હજી તેઓ બે મહિના જેટલો સમય લઈ આખી કાસ્ટ ફાઇનલ કરવા માગે છે અને ત્યારે જ એના વિશે કૉમેન્ટ કરશે. જોકે એક ઇન્ટરવ્યુમાં અતુલે સ્વીકાર્યું છે કે આ ફિલ્મ સલમાન વગર હશે. તેણે કહ્યું હતું કે ‘હા, આ ફિલ્મમાં સલમાન માટે અમારી પાસે કોઈ રોલ કે સ્પેશ્યલ અપીઅરન્સ નથી. સલમાન મારા માટે એક લકી મૅસ્કોટ રહ્યો છે અને તે મને એટલો જ સપોર્ટ કરે છે. કુટુંબ માટે તેનું યોગદાન આગળપડતું રહ્યું છે.’

ફિલ્મ વિશે તેણે આ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘આ એક ઓરિજિનલ ફિલ્મ હશે. આજના જમાનાની મનોરંજક લવસ્ટોરી છે. અમે ટાઇટલ પણ વિચારી લીધું છે, પણ એના વિશે થોડા સમય બાદ વાતચીત કરીશું.’

આ પહેલાં ચર્ચા હતી કે અતુલે રજનીકાન્તના જીવન પરની ફિલ્મના રાઇટ્સ ખરીદ્યા છે અને તે ફિલ્મ બનાવશે, પણ હજી એ વિશે કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. આ ઉપરાંત સલ્લુ સાથે જ ‘દૂકુડુ’ની રીમેકની પણ વાતચીત કરવામાં આવતી હતી, પણ એના પર તે હવે કામ નથી કરવા માગતો.