Attack On Thalapathy Vijay: કેપ્ટન વિજયકાંતના અંતિમ સંસ્કારમાં ઍક્ટર થલપતિ વિજય પર હુમલો

29 December, 2023 06:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દિવંગત અભિનેતા અને રાજકારણી વિજયકાંતને અંતિમ શ્રદ્ધાંજલિ (Attack On Thalapathy Vijay) આપવા માટે ગઈકાલે 28મી ડિસેમ્બરની સાંજે ચેન્નાઈના આઈલેન્ડ ગ્રાઉન્ડ ખાતે દક્ષિણ સિનેમાના મોટા સ્ટાર્સ એકઠા થયા હતા

વિજય થલપતિ

દિવંગત અભિનેતા અને રાજકારણી વિજયકાંતને અંતિમ શ્રદ્ધાંજલિ (Attack On Thalapathy Vijay) આપવા માટે ગઈકાલે 28મી ડિસેમ્બરની સાંજે ચેન્નાઈના આઈલેન્ડ ગ્રાઉન્ડ ખાતે દક્ષિણ સિનેમાના મોટા સ્ટાર્સ એકઠા થયા હતા. થલપતિ વિજય પણ તેમને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા, જેનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે થાલપતિ વિજય ભીડમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈએ ચપ્પલ ફેંક્યું જે સીધું તેના પર વાગ્યું.

થલપતિ વિજયે આ ઘટના પર તરત જ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી અને આગળ વધવાનું ચાલુ રાખ્યું હતું, પરંતુ તેની પાછળ આવેલા એક વ્યક્તિએ તરત જ ચંપલ ઉપાડ્યું હતું અને તે જ્યાંથી આવ્યું હતું તે દિશામાં ફેંકી દીધું હતું. ફિલ્મ સ્ટાર (Attack On Thalapathy Vijay) પર શા માટે હુમલો કરવામાં આવ્યો તે જાણી શકાયું નથી, પરંતુ અભિનેતા અજીતની ફેન ક્લબે આ ઘટનાની નિંદા કરતું નિવેદન બહાર પાડ્યું છે.

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલ વિડિયો સાથેના  લખવામાં આવ્યું છે કે, `અજિતના ચાહકો અમે થલાપતિ વિજય સામેની આ અપમાનજનક ઘટનાની નિંદા કરીએ છીએ. તે કોઈ પણ હોય, જો તે આપણા ઘરે આવે તો આપણે તેનું સન્માન કરવું જોઈએ. અભિનેતા વિજય (Attack On Thalapathy Vijay) પર ચપ્પલ ફેંકવું બિલકુલ સ્વીકાર્ય નથી. મજબૂત રહો વિજય.` તમને જણાવી દઈએ કે વિજય અને અજીતના ચાહકો એકબીજા સાથે લડતા રહ્યા છે.

કેપ્ટન વિજયકાંત `કોવિડ-19`થી પીડિત હતા

કેપ્ટન વિજયકાંતનું 28 ડિસેમ્બર ગુરુવારે ન્યુમોનિયાના કારણે નિધન થયું હતું. તેઓ વેન્ટિલેટર પર હતા અને `કોવિડ-19`થી પીડિત હતા. તેમના અંતિમ સંસ્કારમાં થલપતિ વિજય ઉપરાંત સુપરસ્ટાર રજનીકાંત પણ હાજર રહ્યા હતા. તમને જણાવી દઈએ કે વિજયકાંતે દક્ષિણ સિનેમાને `ચત્રિયન`, `સત્તમ ઓરુ ઈરુત્તરાઈ`, `વલ્લરાસુ`, `રમણ`, `એંગલ અન્ના`, `સેંથુરા પૂવે`, `પુલન વિસરનાઈ` જેવી હિટ ફિલ્મો આપી છે. 1991માં આવેલી ફિલ્મ `કેપ્ટન પ્રભાકરણ`ના કારણે તેમને `કેપ્ટન` તરીકે જાણીતા બન્યા હતા.

indian films Regional Cinema News bollywood bollywood news entertainment news