પંગાની ટીમને મિસ કરી રહી છે અશ્વિની અય્યર તિવારી

09 July, 2020 03:30 PM IST  |  Mumbai Desk | Agencies

પંગાની ટીમને મિસ કરી રહી છે અશ્વિની અય્યર તિવારી

અશ્વિની અય્યર તિવારી

ફિલ્મમેકર અશ્વિની અય્યર તિવારીને પોતાની ફિલ્મ ‘પંગા’ની ટીમની યાદ આવી ગઈ છે. તેણે ફિલ્મના સેટ પરના દિવસોને યાદ કર્યા છે. આ ફિલ્મમાં કંગના રનોટ, નીના ગુપ્તા, રિચા ચઢ્ઢા અને જસ્સી ગિલ જોવા મળ્યાં હતાં. સેટ પરનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અશ્વિનીએ કૅપ્શન આપી હતી કે ‘આજે અનેક પળોની યાદ આવી ગઈ છે. આ ફિલ્મને થોડાં વર્ષોની સાથે પ્રેમનો ઉમેરો કરીને બનાવવામાં આવી છે. ઉદાર બનો.’

bollywood bollywood news bollywood gossips entertainment news