યંગસ્ટર્સને મ્યુઝિક ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા માગે છે આશા ભોસલે

18 May, 2020 07:49 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

યંગસ્ટર્સને મ્યુઝિક ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા માગે છે આશા ભોસલે

આશા ભોસલે

આશા ભોસલેને યુવા ગીતકારો, કમ્પોઝર્સ અને મ્યુઝિક ડિરેક્ટર્સને પ્રોત્સાહન આપવું છે. આશા ભોસલેએ તાજેતરમાં જ પોતાની યુટ્યુબ ચૅનલ શરૂ કરી છે. એના માધ્યમથી તેઓ પોતાની લાઇફની અને સ્ટ્રગલની સ્ટોરીઝ લોકો સાથે શૅર કરશે. એ વિશે આશા ભોસલેએ કહ્યું હતું કે ‘ઓ. પી. નૈયર, ખય્યામ સા’બ અને શંકર-જયકિશને લખેલાં અને કમ્પોઝ કરેલાં મેં અનેક ગીતો ગાયાં છે. એ ગીતો મહાન હતાં. એ આજે પણ યાદ છે. જોકે મારી ઇચ્છા છે કે યુવાન ગીતકારો, કમ્પોઝર્સ અને મ્યુઝિક ડિરેક્ટર્સ આગળ આવે અને તકનો લાભ લે. હું તેમને પ્રોત્સાહિત કરવા માગું છું. એથી મારી ચૅનલ પર હું મારા અનુભવો અને ઇન્ડસ્ટ્રીમાં સ્થાન બનાવવા માટે કેવા પ્રકારની સ્ટ્રગલ કરી હતી એ જણાવીશ. આશા રાખું છું કે તેમને મારી સ્ટોરીથી જરૂર પ્રેરણા મળશે. મારી પાસે આર.ડી. બર્મનનાં અનેક રિલીઝ કર્યા વગરનાં ગીતો છે. હું એ ગીતોને ધીરે-ધીરે રિલીઝ કરીશ. મારી ચૅનલ પર એ ગીતો ગાઈને હું એ મારા ફૅન્સ સાથે શૅર કરીશ.’

asha bhosle bollywood bollywood news bollywood gossips