ગઝલનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એને સરળ ભાષામાં લખવી જોઈએ : આશા ભોસલે

07 October, 2019 10:10 AM IST  |  જયપુર

ગઝલનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે એને સરળ ભાષામાં લખવી જોઈએ : આશા ભોસલે

આશા ભોસલે

આશા ભોસલેનું માનવું છે કે ગઝલને જીવંત રાખવા માટે એને સરળ ભાષામાં લખવી જોઈએ. તેમનું એમ પણ માનવું છે કે આજની જનરેશનને ઉર્દૂ સમજાતી નથી. એ વિશે જણાવતાં આશા ભોસલેએ કહ્યું હતું કે ‘યુવા પેઢી ગઝલની અંદર સમાયેલી લાગણી અને ભાવનાઓને સમજી શકે એ માટે ગઝલને સરળ હિન્દી ભાષામાં લખવી જોઈએ. ગઝલ હંમેશાં ઉર્દૂમાં લખાઈ છે અને એને ગાવા માટે ક્લાસિકલ સંગીતની તાલીમ હોવી ખૂબ જરૂરી છે. આજની યુવા પેઢી ઉર્દૂ ભાષા અને એના શબ્દોના અર્થ સમજી શકતી નથી. એથી આજના સમયમાં ગઝલના વીસરાઈ ગયેલા વારસાને ફરીથી જીવંત કરવા માટે એને સરળ ભાષામાં લખવી જોઈએ.

asha bhosle jaipur