14 April, 2026 10:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
દિગ્ગજ ગાયિકા આશા ભોસલેના નિધન પર સમગ્ર બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છવાયો છે અને અનેક સેલિબ્રિટીએ સોશ્યલ મીડિયા પર આશાતાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. જોકે શ્રદ્ધાંજલિ આપતી વખતે સુનીલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટીએ મોટી ભૂલ કરી હતી જે ચર્ચાસ્પદ બની હતી. હકીકતમાં અથિયાએ પોતાના સોશ્યલ મીડિયામાં આશા ભોસલેને શ્રદ્ધાંજલિ આપી હતી અને એ સમયે તેણે ભૂલથી આશા ભોસલેની જગ્યાએ લતા મંગેશકરનો ફોટો મૂકી દીધો હતો.
અથિયાની આ ભૂલ બદલ નેટિઝન્સે તેને બહુ ટ્રોલ કરીને યાદ અપાવ્યું કે લતા મંગેશકરનું નિધન ૨૦૨૨ની ૬ ફેબ્રુઆરીએ થયું હતું. આના થોડા જ સમયમાં અથિયાને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને તેણે આ પોસ્ટ ડિલીટ કરી દીધી. જોકે પછી સોશ્યલ મીડિયા અથિયાની આ ભૂલના સ્ક્રીનશૉટ્સ ઝડપથી વાઇરલ થવા લાગ્યા.