આશા ભોસલેએ પોતાનો 87મો જન્મદિવસ પરિવાર અને ગ્રાન્ડકિડ્ઝ સાથે ઉજવ્યો

08 September, 2020 12:30 PM IST  |  | Gujarati Mid-day Online Correspondent

આશા ભોસલેએ પોતાનો 87મો જન્મદિવસ પરિવાર અને ગ્રાન્ડકિડ્ઝ સાથે ઉજવ્યો

તેમનાં ગ્રાન્ડ કિડ્ઝ સાથે આશા તાઇ (તસવીર-પીઆર)

મધુરા અવાજનાં માલકણ આશા ભોસલેનો આજે 87મો જન્મદિવસ છે ને તેઓ આ દિવસ પોતનાં પરિવાર અને ગ્રાન્ડ કિડ્ઝ સાથે  લોનાવલામાં ઉજવી રહ્યાં છે.આશા તાઇનું મજાનું સ્મિત અને ભલભલાની ઉર્જા હકારાત્મક કરી દે તેવો ઑરા ભલભલાને તેમનાં ફેન બનાવી દે છે. તેમણે પોતાના જન્મદિવસ નિમિત્તે જાહેર કર્યું છે કે તેઓ પોતાના રેસ્ટોરન્ટ્સનાં શૅફ્સને કહીને પોતે લૉકડાઉનમાં બનાવેલી વાનગીઓ બનાવડાવશે. તેઓ પોતાના કૂકિંગ અને સિંગીગમાં બહુ ફાસ્ટ છે એમ કહેતાં ઉમેરે છે કે હું ઝડપથી રેસિપીઝ બનાવી શકું છું અને બીજાઓ તો  મારી સ્પીડ જોઇને રસોડાની બહાર જ ચાલ્યા જાય છે.

ફેવરિટ ફ્રેશ ક્રિમ ફ્રૂટ કૅક જે તેમની પૌત્રી ઝનાઇએ બનાવી હતી અને મુંબઇથી ખાસ લાવી હતી તે કાપીને તેમણે પોતાનો જન્મદિવસ મનાવ્યો. આ સાથે ઝનાઇ જાપાનિઝ અને ચાઇનિઝ ફૂડ પણ લાવી હતી જે આશા તાઇનું ફેવરીટ ફૂડ છે. આશા તાઇ દીકરા આનંદ અને પુત્રવધુ અનુજા તથા ઝનાઇ અને રંજની સાથે લોનાવલામાં છે. તેઓ પોતાના ગ્રાન્ડકિડ્ઝને બહુ જ ચાહે છે અને તેમને ઝનાઇની ગાયકીમાં પોતાનું પ્રતિબિંબ દેખાય છે. તેઓ પોતાના આગામી બર્થડેની પણ રાહ જોઇ રહ્યાં છે અને તે જ બતાડે છે કે તેમનામાં કેટલી મજાની જીજીવિષા છે.

તેમણે પોતાના ટેલેન્ટ શો #AshakiAsha માટે 3000 અવાજો સાંભળ્યા છે અને તેમને માટે તેમાંથી પસંદગી કરવી આસાન નહોતી કારણકે કેટલા બધા યંગ ટેલેન્ટેડ લોકોએ તેમને પોતાના રેકોર્ડિંગ્ઝ મોકલ્યા હતા. તેઓ કહે છે,”એમાંથી કેટલાક તો બહુ જ કંગાળ પરિસ્થિતમાં છે પણ તેમનો અવાજ જાણે ઇશ્વરનો આશિર્વાદ  છે.”

તેઓ પોતાના લાઇવ કોન્સર્ટ્સ, કૂકિંગ અને લોકોની પરોણાગત કરવાની રાહ જોઇ રહ્યા છે અને તેમનાં રેસ્ટોરન્ટનાં એક્સપેન્શન પ્લાન્સ પણ તેમની ટુ ડૂ લિસ્ટ પર છે. તેઓ લોનાવલાની સ્ત્રીઓ માટે રોજગારીની તકો ઉભી કરવા માગે છે.

તેઓ કહે છે કે, “હું મારી જિંદગીનો વિચાર કરું તો મને કોઇ જ અફસોસ નથી, હું ભરપુર જીવી છું અને પ્રેમ ભર્યું જીવી છું, મેં પ્રમાણિક જિંદગી પસાર કરી છે અને દસ વર્ષની વયે મેં પહેલું ગીત ગાયું ત્યારથી અત્યાર સુધી હું હજી ય ગાઇ રહી છું, મજાનો પરિવાર છે અને ફેન ફેમિલી પણ મોટું છે, આથી વધુ તો હું શું માંગું.”

asha bhosle bollywood news entertainment news