ફ્રેન્ડનાં લગ્નમાં આર્યન ખાને જૂતા ચુરાઈની રસમમાં કરી જબરદસ્ત ધમાલ-મસ્તી

24 April, 2026 08:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તાજેતરમાં આર્યને તેના નજીકના એક મિત્ર માહિર મહેતાનાં લગ્નમાં હાજરી આપી હતી

આ વિડિયોમાં આર્યનનો અંદાજ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે

શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર બહુ ચર્ચામાં છે. તાજેતરમાં આર્યને તેના નજીકના એક મિત્ર માહિર મહેતાનાં લગ્નમાં હાજરી આપી હતી. આ લગ્નમાં ‘જૂતા ચુરાઈ’ વખતે આર્યને જબરદસ્ત ધમાલ-મસ્તી કરી હતી અને એનો વિડિયો ચર્ચામાં આવ્યો છે. આ વિડિયો લક્ઝરી વેડિંગ-પ્લાનર ઝેસ્ટ ઇવેન્ટ્સ ઍન્ડ વેડિંગ્સ દ્વારા શૅર કરવામાં આવ્યો હતો. આ વિડિયોમાં આર્યનનો અંદાજ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

આ વિડિયો સાથે આપવામાં આવેલી કૅપ્શનમાં લખવામાં આવ્યું હતું કે ‘આ એક એવી બપોર હતી જે પ્રેમ, હાસ્ય અને થોડી મસ્તીભરી અફરાતફરી સાથે જબરદસ્ત મજાની જંગમાં ફેરવાઈ ગઈ. ચૂપચાપ જૂતાં ચોરવાથી લઈને જબરદસ્ત મોલભાવ સુધી અને દરેક ખૂણામાં ગૂંજી રહેલા હાસ્ય વચ્ચે આ માત્ર ‘જૂતા ચુરાઈ’ નહોતી, એક એવી યાદગાર ક્ષણ હતી જે હંમેશ માટે યાદ રહી જશે.’

aryan khan viral videos entertainment news bollywood bollywood news bollywood buzz