આર્યન ખાનના શો પર ઓવારી ગઈ ગર્લફ્રેન્ડ લરિસ્સા બોનેસી

20 August, 2025 06:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બ્રાઝિલમાં જન્મેલી લરિસ્સા બોનેસી એક મૉડલ અને અભિનેત્રી છે. તેણે હિન્દી અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે

આર્યન ખાન, લરિસ્સા બોનેસી

શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન ‘The Ba***ds of Bollywood’થી ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યો છે. તેના આ શોના ફર્સ્ટ લુક પર ઘણા લોકોએ કમેન્ટ કરી છે, પણ સૌથી વધુ ધ્યાન આર્યનની ગર્લફ્રેન્ડ લરિસ્સા બોનેસીની કમેન્ટે ખેંચ્યું છે. લરિસ્સાએ તેની સોશ્યલ મીડિયા સ્ટોરી પર ટીઝર શૅર કરતાં લખ્યું, ‘અનસ્ટૉપેબલ, અનમૅચ્ડ અને ખરેખર દુનિયામાં નંબર ૧, ગર્વ કરતાં પણ વિશેષ અનુભવું છું.’ આર્યને પણ તેની સ્ટોરી રી-શૅર કરી અને તેના સમર્થન માટે આભાર માન્યો.

કોણ છે લરિસ્સા બોનેસી?

બ્રાઝિલમાં જન્મેલી લરિસ્સા બોનેસી એક મૉડલ અને અભિનેત્રી છે. તેણે હિન્દી અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે અક્ષયકુમાર અને જૉન એબ્રાહમની ફિલ્મ ‘દેશી બૉય્ઝ’ના ગીત ‘સુબહ હોને ના દે’માં ડાન્સર તરીકે કામ કર્યું હતું. લારિસાએ સૈફ અલી ખાનની ફિલ્મ ‘ગો ગોવા ગૉન’માં નાની ભૂમિકા ભજવી હતી. ગયા વર્ષે લારિસા અને આર્યન મુંબઈમાં એક પાર્ટીમાં અન્ય સેલિબ્રિટીઓ સાથે નવું વર્ષ ૨૦૨૫ ઊજવતાં જોવા મળ્યાં હતાં અને ત્યારથી તેમની રિલેશનશિપની ચર્ચા ચાલી રહી છે.

Shah Rukh Khan aryan khan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news