13 November, 2025 11:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
શાહરુખ ખાન અને ગૌરી ખાનના મોટા દીકરા આર્યન ખાનની ગઈ કાલે ૨૮મી વર્ષગાંઠ હતી. એ નિમિત્તે આર્યનની ડિરેક્ટર તરીકેની પહેલી વેબ-સિરીઝ ‘The Ba***ds of Bollywood’માં કામ કરનાર રજત બેદી અને રાઘવ જુયાલે તેને સ્પેશ્યલ બર્થ-ડે શુભેચ્છા પાઠવી હતી.
રજત બેદીએ સોશ્યલ મીડિયા પર આર્યન સાથેની એક ખાસ તસવીર શૅર કરી હતી અને મેસેજ લખ્યો હતો, ‘અ સ્ટાર વૉઝ બૉર્ન. એક ચિનગારી જે એટલી તેજસ્વી છે કે દરેક સપનાને પ્રકાશમાં બદલી દે છે. સપનાં, ઝનૂન અને સાચા દિલ સાથે દુનિયા ઘણી મોટી લાગે છે. ધન્યવાદ, આર્યન. આજે ખુશી અને પ્રેમ તારી સાથે રહે. જન્મદિવસ મુબારક આર્યન, તું ચમકી રહ્યો છે અને તારી જર્ની હવે શરૂ થઈ છે.’
રાઘવ જુયાલે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં આર્યન સાથેનો એક વિડિયો શૅર કર્યો હતો, જેમાં બન્ને દરિયાકિનારે સાથે રાઇડનો આનંદ માણતા દેખાય છે. વિડિયોની કૅપ્શનમાં રાઘવે લખ્યું, ‘જન્મદિવસ મુબારક ભાઈ, તું નંબર વન છે...’