કળા શક્તિ નહીં, ટૅલન્ટ દેખાડવાનું માધ્યમ : અમિત સાધ

14 September, 2020 08:46 PM IST  |  Mumbai | Mumbai Correspondent

કળા શક્તિ નહીં, ટૅલન્ટ દેખાડવાનું માધ્યમ : અમિત સાધ

અમિત સાધ

અમિત સાધનું માનવું છે કે કળા શક્તિ નહીં, પરંતુ ટૅલન્ટ દેખાડવાનું માધ્યમ છે. હાલમાં બૉલીવુડમાં તાકાત પર એક વિવાદ છેડાઈ ગયો છે. એ વિશે અમિત સાધે કહ્યું હતું કે ‘તમે જ્યારે પાવર વિશે બોલો છો એનો અર્થ કે તમે અસમાનતા વિશે ચર્ચા કરો છો. મારા હિસાબે તો પાવર હોવો જ ન જોઈએ. કળા કંઈ તાકાત નથી દેખાડતી. કળા તો ટૅલન્ટને દેખાડે છે. એથી મારું માનવું છે કે જે લોકો એમ માને છે કે તેઓ પાવરફુલ છે તેમણે એ તાકાતનો ઉપયોગ સિસ્ટમને બનાવવામાં કરવો જોઈએ. એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ જે સલામત હોય અને સ્ત્રી-પુરુષ સમાનતા હોય. મારા હિસાબે એ એક જ માર્ગ છે આગળ વધવા માટેનો.’

amit sadh bollywood bollywood news entertainment news bollywood gossips