18 July, 2023 02:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અર્શદ વારસી
અર્શદ વારસીએ જણાવ્યું કે તેની આગામી ફિલ્મ ‘વેલકમ 3’ લાર્જર ધૅન લાઇફ બનશે. તેની હાલમાં વેબ-સિરીઝ ‘અસુર 2’ રિલીઝ થઈ છે. એમાં તેના પર્ફોર્મન્સની લોકોએ ખૂબ પ્રશંસા કરી છે. અર્શદની કૉમેડી અને ડ્રામા પણ લોકોને ખૂબ ગમે છે. ૨૦૦૭માં ‘વેલકમ’ અને ૨૦૧૫માં ‘વેલકમ બૅક’ રિલીઝ થઈ હતી. હવે ‘વેલકમ 3’ની તૈયારી શરૂ થઈ છે. એ વિશે અર્શદે કહ્યું કે ‘વેલકમ 3નો સ્કૅલ, ખર્ચ, ક્લાઇમૅક્સ ભવ્ય હશે. ફિલ્મની પાગલપંતી થિયેટરમાં લાર્જર ધૅન લાઇફનો અનુભવ આપશે. હું પણ આ ફિલ્મમાં દેખાવાનો છું. એમાં અક્ષયકુમાર, સંજય દત્ત, પરેશ રાવલ અને અન્ય પણ કલાકારો જોવા મળશે.’ અર્શદને પૂછવામાં આવ્યું કે ઘણા સમયથી તું મોટી સ્ક્રીન પરથી ગાયબ છે. એ વિશે અર્શદે કહ્યું કે ‘સિનેમામાં બધું બદલાઈ ગયું છે. હવે થિયેટરમાં જે ફિલ્મો રિલીઝ થાય છે એ સુપરહીરોની ફિલ્મો હોય છે. એ ભવ્ય, લાર્જર ધૅન લાઇફ હોય છે. મારા માટે કામમાં સંતુષ્ટિ હોવી જરૂરી છે.’
‘મૅરી ક્રિસમસ’ના પૉસ્ટરને જોઇ લો
કૅટરિના કૈફની ‘મૅરી ક્રિસમસ’ ૧૫ ડિસેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મમાં તેની સાથે વિજય સેતુપતિ જોવા મળશે. ફિલ્મ હિન્દી અને તામિલમાં રિલીઝ થશે. ફિલ્મને રમેશ તૌરાનીએ પ્રોડ્યુસ કરી છે અને ‘બદલાપુર’ તથા ‘અંધાધૂન’ના ડિરેક્ટર શ્રીરામ રાઘવને ડિરેક્ટ કરી છે.
કૅટરિનાના મૅજિકથી મોહિત છે વિકી કૌશલ
કૅટરિના કૈફની પ્રશંસા કરતાં તેના પતિ વિકી કૌશલે જણાવ્યું કે તે તેની વાઇફના મૅજિકથી મોહિત છે. ૨૦૨૧માં બન્નેનાં લગ્ન રાજસ્થાનમાં થયાં હતાં. બન્નેને સાથે જોઈને તેમના ફૅન્સ પણ હરખાઈ ઊઠે છે. રવિવારે કૅટરિના કૈફનો બર્થ-ડે હોવાથી આ કપલ ક્વૉલિટી ટાઇમ પસાર કરવા વેકેશન પર ઉપડી ગયું છે. ત્યાંનો ફોટો વિકીએ શૅર કર્યો છે. બન્ને એકમેકના પ્રેમમાં ઓતપ્રોત છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વિકી કૌશલે કૅપ્શન આપી હતી, ‘દરરોજ તારા જાદુથી મંત્રમુગ્ધ થાઉં છું. હૅપી બર્થ-ડે માય લવ.’