એક મહિનામાં ૬ કિલો વજન ઉતાર્યું અર્શદ વારસીએ

18 May, 2020 08:17 PM IST  |  Mumbai Desk | Agencies

એક મહિનામાં ૬ કિલો વજન ઉતાર્યું અર્શદ વારસીએ

અર્શદ વારસી

લૉકડાઉનમાં અર્શદ વારસીએ 6 કિલો વજન ઉતાર્યું છે. પોતાની ડાયટ વિશે ટ્વિટર પર અરશદે ટ્વીટ કર્યું હતું કે ‘હું એક મહિનાથી સ્ટ્રિક્ટ ડાયટ પર હતો. ઝીરો કાર્બ્સ, કાર્ડિયો અને વેઇટ ટ્રેઇનિંગને કારણે મેં 30 દિવસમાં 6 કિલો વજન ઉતાર્યું છે. હજી 4 કિલો બાકી છે. આજે સવારે મેં કાર્બ્સ લીધું, ઓહ માય ગૉડ આ તો દુનિયાની સૌથી બેસ્ટ વસ્તુ છે. હવે તો મારે ફિટ રહેવા માટે અન્ય ઉપાય શોધવા પડશે.’

arshad warsi bollywood bollywood news bollywood gossips