પ્રાઉડ આર્મી કિડ નિમ્રત કૌરે પણ જવાનોના સાહસને સલામ કરી

16 January, 2025 11:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ પોસ્ટમાં તેણે ૨૦૧૭માં આવેલી તેની વેબ-સિરીઝ ‘ધ ટેસ્ટ કૅસ’ની  બિહાઇન્ડ ધ સ્ક્રીન (BTS) તસવીરો શૅર કરી છે

નિમ્રત કૌર

ઍક્ટ્રેસ નિમ્રત કૌરે હૃદયસ્પર્શી ઇન્સ્ટા મેસેજ સાથે આર્મી ડેની ઉજવણી કરી છે. આ પોસ્ટમાં તેણે ૨૦૧૭માં આવેલી તેની વેબ-સિરીઝ ‘ધ ટેસ્ટ કૅસ’ની બિહાઇન્ડ ધ સ્ક્રીન (BTS) તસવીરો શૅર કરી છે. આ તસવીરોની મદદથી નિમ્રતે એક આર્મી કિડ તરીકે તેનામાં રહેલી ગર્વની ભાવના તેમ જ એ સિરીઝમાં કૅપ્ટન શિખા શર્માનો રોલ ભજવવા મળ્યો એ બદલ આભારની લાગણી વ્યક્ત કરી છે. નિમ્રત કૌર હાલમાં તેની આગામી ફિલ્મ ‘સ્કાય ફોર્સ’ની રિલીઝની તૈયારીમાં લાગી છે.

નિમ્રતે પોતાના ઇન્સ્ટાગ્રામ મેસેજમાં લખ્યું છે : ‘એક પ્રાઉડ આર્મી કિડ તરફથી બધાને આર્મી ડેની શુભેચ્છા. એક આર્મી ઑફિસરની દીકરી તરીકે હું તમારા બધાની સાથે #TheTestCaseના BTS શૅર કરી રહી છું. હું આજે અને રોજ આપણા દેશની સતત બિનશરતી સેવા કરવા બદલ આપણી સેનાના સાહસિક જવાનોને સલામ કરું છું.’

nimrat kaur indian army entertainment news bollywood bollywood news