યુરોપ મ્યુઝિક અવૉર્ડ્સ માટે નૉમિનેટ થયા અરમાન મલિક, ડિવાઇન અને કામભારી

07 October, 2020 09:07 PM IST  |  Mumbai | Agencies

યુરોપ મ્યુઝિક અવૉર્ડ્સ માટે નૉમિનેટ થયા અરમાન મલિક, ડિવાઇન અને કામભારી

અરમાન મલિક

યુરોપ મ્યુઝિક અવૉર્ડ્સ ૨૦૨૦ માટે અરમાન મલિક, ડિવાઇન અને કામભારીને નૉમિનેટ કરવામાં આવ્યા છે. આ અવૉર્ડની બેસ્ટ ઇન્ડિયન ઍક્ટ કૅટેગરીમાં તેમને નૉમિનેટ કરવામાં આવ્યા છે. આ કૅટેગરીમાં ગયા વર્ષે એમિવે બન્ટાઇ વિજેતા જાહેર થયો હતો. તેની સાથે કોમોરેબી, પરિક્રમા, પ્રતીક કુહાડ અને રાજાકુમારી નૉમિનેટ હતી. આ વર્ષે અરમાન મલિકને તેના ઇન્ટરનૅશલન ગીત ‘કન્ટ્રોલ’ માટે નૉમિનેટ કરવામાં આવ્યો છે, જે તમામ પ્લૅટફૉર્મ્સ પર મળીને ૩૫ મિલ્યનથી વધુ વાર સ્ટ્રીમ થયું છે. આ સાથે જ ડિવાઇનને તેના ગીત ‘ચલ બૉમ્બે’ માટે, કામભારીને ‘મોહબ્બત’ માટે, સિરી-સેઝ ઑન ધ બીટને ‘માય જેમ’ માટે અને પ્રભ દીપને ‘ચિત્તા’ માટે નૉમિનેટ કરવામાં આવ્યા છે. આ તમામમાંથી વોટ્સ દ્વાર વિજેતા જાહેર કરવામાં આવશે.

bollywood bollywood news bollywood gossips armaan malik