✕

આવી રહી છે અર્જુન રામપાલની 3 મંકીઝ

04 October, 2026 11:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ત્રણેય પાત્રો વિશાલ જેઠવા, મુસ્તફા બર્માવાલા અને તેનઝિન દલ્હાએ ભજવ્યાં છે. 

ફિલ્મ ‘3 મંકીઝ`

અર્જુન રામપાલની આગામી ફિલ્મ ‘3 મંકીઝ’ની જાહેરાત થઈ છે. ૪ ડિસેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મ એક થ્રિલર છે અને એમાં અર્જુન રામપાલ ઉપરાંત વિશાલ જેઠવા પણ છે. ફિલ્મનું ડિરેક્શન અબ્બાસ-મસ્તાને કર્યું છે. ગાંધી જયંતીના અવસર પર ફિલ્મનું પ્રથમ મોશન પોસ્ટર શૅર કરીને એની જાહેરાત કરવામાં આવી હતી.
‘3 મંકીઝ’નું કૅમ્પેન ‘થ્રી વાઇઝ મંકીઝ’ની જાણીતી વિચારધારાને આજના સમય પ્રમાણે નવા અંદાજમાં રજૂ કરે છે. મોશન પોસ્ટરમાં ફિલ્મનાં મુખ્ય પાત્રોની ઝલક જોવા મળે છે, જોકે ફિલ્મની વાર્તા વિશે હાલમાં વધુ માહિતી સામે આવી નથી.
‘3 મંકીઝ’માં પરંપરાગત કહેવત ‘બૂરું ન જુઓ, બૂરું ન સાંભળો, બૂરું ન બોલો’ને બદલીને ‘સબ દેખો, અપની સુનો, બેખૌફ બોલો’ કરવામાં આવી છે. ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં ત્રણ નકાબપોશ પાત્રો અમર, અકબર અને ઍન્થની છે અને આ ત્રણેય પાત્રો વિશાલ જેઠવા, મુસ્તફા બર્માવાલા અને તેનઝિન દલ્હાએ ભજવ્યાં છે. 
બૉક્સ-ઑફિસ પર ‘3 મંકીઝ’ની ટક્કર શ્રદ્ધા કપૂરની ‘ઈઠા’ તથા અક્ષય કુમાર અને વિદ્યા બાલનની હજુ સુધી નામ જાહેર ન થયેલી કૉમેડી ફિલ્મ સાથે થવાની છે.

bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news arjun rampal