અર્જુન રામપાલ હૉમ ક્વૉરન્ટીન

24 September, 2020 04:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અર્જુન રામપાલ હૉમ ક્વૉરન્ટીન

તસવીર સૌજન્યઃ અર્જુન રામપાલનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

કોરોનાનો કહેર હજી યથાવત્ છે, પરંતુ લોકો ફરી પહેલાની જેમ કામકાજને નોર્મલ રીતે ચલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દરેક ક્ષેત્રોમાં તબક્કાવાર કામકાજ વધી રહ્યું છે જેમાં બૉલીવુડનો પણ સમાવેશ છે. ઘણી ફિલ્મોનું શૂટિંગ અટક્યું હતું જે હવે ચાલુ થયુ છે. અભિનેતાઓ પણ શૂટિંગ ફરી શરૂ થતા એક્સાઈટેડ છે જેમાનો એક અર્જુન રામપાલ હતો. તેણે સોશ્યલ મીડિયામાં આગામી ફિલ્મ નેઈલ પોલીશના શૂટિંગ બાબતે પોસ્ટ કરી હતી.

પરંતુ આ ફોટો પોસ્ટ કર્યો તેના બીજા જ દિવસે અન્ય એક પોસ્ટ મૂકી જેમાં તે પોતાના ઘરમાં ચિંતામાં બેઠો છે. નેઈલ પોલીશના કો-સ્ટાર માનવ કોલ અને આનંદ તિવારી કોવિડ-19 પૉઝિટિવ થતા અર્જુન રામપાલ હોમ ક્વૉરન્ટીન થયો હતો. તેણે લખ્યું કે, ગઈ કાલે સેટમાં મારા કો સ્ટાર માનવ કોલ અને આનંદ તિવારી કોવિડ પૉઝિટિવ થતા પ્રોડક્શનને ત્વરિત અટકાવી દેવાયુ છે. આ બંને જલદી સાજા થઈ જાય એવી હું પ્રાર્થના કરું છું.

તાજેતરમાં જ માનવ કોલે સોશ્યલ મીડિયા માટે કહ્યું હતું કે, સોશ્યલ મીડિયામાં ઘણુ બધુ થઈ રહ્યું છે અને બધુ જરૂરી નથી. આ કોવિડ પરિસ્થિતિમાં હું મારી પહેલી નોવેલ લખી રહ્યો છું. તેમ જ મારા નવા પાત્રની તૈયારી પણ કરી રહ્યો છું. આ બંનેમાં ધ્યાન આપવામાં મારુ ધ્યાનભંગ થઈ જાય છે.

arjun rampal coronavirus covid19 bollywood