20 વર્ષની થઈ અર્જુન રામપાલની દીકરી માહિકા, અભિનેતાએ શૅર કરી હ્રદયસ્પર્શી પોસ્ટ

17 January, 2022 08:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પોતાની મોટી દીકરી માહિકા સાથે અર્જુનનો બૉન્ડ ખૂબ જ સ્ટ્રૉન્ગ છે. તેમણે તાજેતરમાં જ માહિકાના જન્મદિવસે તેની કેટલીક તસવીરો શૅર કરી અને હાર્ટફેલ્ટ નોટ પણ લખી છે.

અર્જુન રામપાલ (ફાઇલ તસવીર)

બૉલિવૂડ એક્ટર અર્જુન રામપાલ પોતાની પ્રૉફેશનલ લાઇફ સિવાય પોતાની પર્સનલ લાઈફને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે. અભિનેતા પોતાની ફેમિલી સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરવું ખૂબ જ પસંદ કરે છે. તે ફેમિલી સાથે ટ્રિપ પર જવું પણ પસંદ કરે છે અને ફોટોઝ સોશિયલ મીડિયા પર શૅર કરે છે. પોતાની મોટી દીકરી માહિકા સાથે અર્જુનનો બૉન્ડ ખૂબ જ સ્ટ્રૉન્ગ છે. તેમણે તાજેતરમાં જ માહિકાના જન્મદિવસે તેની કેટલીક તસવીરો શૅર કરી અને હાર્ટફેલ્ટ નોટ પણ લખી છે.

અર્જુને આપી દીકરીને શુભેચ્છા
અર્જુન રામપાલે ઇન્સ્ટાગ્રામ પર માહિકા સાથે છેલ્લા કેટલીક સુંદર તસવીરો મર્જ કરી એક વીડિયો શૅર કર્યો છે. વીડિયોમાં પિતા-દીકરીની જબરજસ્ત બૉન્ડિંગ દેખાઈ રહી છે. પોસ્ટ શૅર કરવાની સાથે અર્જુને કૅપ્શનમાં લખ્યું છે કે, "અને આ રીતે આ 20 વર્ષની થઈ ગઈ. મારી નાનકડી રાજકુમારી, તું ભલે કેટલીય મોટી થઈ જાય મારી માટે તો એટલી જ નાની રહીશ. તું ખૂબ જ સુંદરતાથી મોટી થઈ રહી છે અને હવે આ નવા ડિકેડમાં તમારી માટે આનંદ અને ઘણી બધી ખુશીઓ રાહ જોઈ રહી છે. હું તમને બધાને ખૂબ જ પ્રેમ કરું છું મારી જાન. વેગ તારી સાથે છે. તું જેવી છો એવી રહેવા માટે આભાર. 20મા જન્મદિવસની વધામણી."

અર્જુનના વિશ કર્યા પછી અનેક સેલેબ્સ અને ફેન્સે માહિકાને જન્મદિવસની વધામણી આપી છે. અર્જુનની ગર્લફ્રેન્ડ Gabriellaએ માહિકાને વિશ કર્યું અને હાર્ટ ઇમોજી શૅર કરી. આ સિવાય દિવ્યા દત્તાએ લખ્યું-હેપી હેપી માહિકા. પ્રજ્ઞા કપૂરે લખ્યું  - હેપી બર્થડે માહિકા ડાર્લિંગ. માહહિકાએ પણ પોતાના પિતાની પોસ્ટ પર રિપ્લાઇ કર્યો અને લખ્યું - Aww, ખૂબ ખૂબ આભાર. હું પણ તમને ખૂબ જ પ્રેમ કરું છું.

અનેક મોટા પ્રૉજેક્ટ્સનો ભાગ છે અર્જુન રામપાલ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અર્જુન છેલ્લે ફિલ્મ પલ્ટનમાં જોવા મળ્યો હતો. જે પી દત્તાની આ ફિલ્મમાં જેકી શ્રૉફ અને સોનુ સૂદ પણ હતો. તો હવે તે કંગના રણોત સાથે ફિલ્મ ધાકડમાં જોવા મળશે. તે અબ્બાસ મસ્તાનની ફિલ્મ મેંટહાઉસનો પણ ભાગ હશે. તે પૉપ્યુલર વેબ સીરિઝ મની હાઈસ્ટના ઇન્ડિયન એડૉપ્શન થ્રી મન્કીઝમાં જોવા મળશે.

bollywood news bollywood entertainment news arjun rampal bollywood gossips happy birthday