ચોરીછૂપી કૅમેરામાં કેદ થઈ કેમિસ્ટ્રી

07 December, 2012 07:34 AM IST  | 

ચોરીછૂપી કૅમેરામાં કેદ થઈ કેમિસ્ટ્રી




સુધીર મિશ્રાએ અજુર્ન રામપાલ અને ચિત્રાંગદા સિંહ સાથેની ફિલ્મ ‘ઇનકાર’ના શૂટિંગમાં નવતર પ્રયોગ કર્યો હતો. તેમણે બન્ને કલાકારોને બૅન્ગકૉકમાં એકબીજાની કંપનીમાં ક્વૉલિટી ટાઇમ સાથે વિતાવવાનું કહેલું અને પછી તેમની પાછળ છૂપા કૅમેરા લઈને ટીમને મોકલી હતી. સુધીર મિશ્રાને હીરો-હિરોઇન વચ્ચે ફિલ્મમાં નૅચરલ કેમિસ્ટ્રી બતાવવી હતી એટલે તેમણે આમ કરેલું.




તેમણે અજુર્ન અને ચિત્રાંગદાને કંઈ પણ કહ્યા વિના એમ જ ફરવા માટે મોકલ્યાં હતાં એટલે બન્ને પહેલાં શૉપિંગ કરવા ગયાં અને પછી ડિનર માટે. આ બધી જગ્યાએ તેમણે છૂપા કૅમેરાથી શૂટ કરાવી લીધું અને એનું રિઝલ્ટ ખૂબ જ સરસ આવ્યું હોવાનું ડિરેક્ટરનું માનવું છે. સુધીર મિશ્રાનો આ પ્રયોગ સફળ થયો અને બન્ને વચ્ચે નૅચરલ અને અદ્ભુત કેમિસ્ટ્રી કૅમેરામાં કેદ થઈ.