એક કલાકાર તરીકે અન્યોનું કામ જોઈ‌ને અનેકવાર ભાવશૂન્ય બની જવાય છેઃઅર્જુન

07 July, 2019 11:24 AM IST  |  મુંબઈ

એક કલાકાર તરીકે અન્યોનું કામ જોઈ‌ને અનેકવાર ભાવશૂન્ય બની જવાય છેઃઅર્જુન

એક કલાકાર તરીકે અન્યોનું કામ જોઈ‌ને અનેકવાર ભાવશૂન્ય બની જવાય છેઃઅર્જુન

અર્જુન કપૂરનું કહેવું છે કે ઘણીવાર એવુ પણ બને છે કે એક કલાકાર તરીકે બીજાનું કામ જોઈને સંવેદનશૂન્ય બની જવાય છે. અર્જુને તાજેતરમાં જ ન્યુ યૉર્કમાં ‘ટુ કિલ અ મોકિંગબર્ડ’ પ્લે જોયુ હતું. આ પ્લે વિશે પોતાનાં વિચાર વ્યક્ત કરતાં ઇન્સ્ટાગ્રામ પર અર્જુન કપૂરે કૅપ્શન આપી હતી કે ‘એક કલાકાર તરીકે અન્યનું કામ જોઈને તમે ભાવ શૂન્ય બની જાવ છો કારણ કે કોઈ પ્રોજેક્ટ પાછળ કેટલી મહેનત લાગી છે એનાં વિશે અમે જાણીએ છીએ. ક્યારેક કોઈનું કામ તમને અંદરથી હચમચાવી નાખે છે. મેં ગઈ રાતે બ્રોડ વૅમાં ‘ટુ કિલ અ મોકિંગબર્ડ’ જોયું હતું.

આ પણ વાંચોઃ Arjun Kapoorના ફોટા પર Malaika Arora કરી આવી કમેન્ટ

 

એને જોઈને મેં નમ્ર, ઇમોશનલ, ગુસ્સો, મુંઝવણ, દુઃખ અને આશા આ બધું એક સાથે અનુભવ્યુ હતું. આ અમેરીકામાં થયેલા યુદ્ધ બાદની ઘટના પર આધારિત હતું. આ આજે પણ વિશ્વની વર્તમાન સ્થિતિને એ વ્યક્ત કરે છે. દરેક કલાકાર પ્રભાવશાળી હતાં. જૅફ ડેનિયલ્સે સૌને એક સાથે લાવવાનું કામ કર્યું હતું અને આ કામ ફક્ત તે જ કરી શકતાં હતાં. ઍરોન સોર્કિને એને ખૂબ જ સચોટતાથી અને સતત જોડી રાખતાં લખ્યું છે. આ પ્લે સાથે હું દિલથી જોડાયો અને એની દરેક ક્ષણનો આનંદ લીધો હતો.’

arjun kapoor bollywood news