મમ્મીને યાદ કરીને ભાવુક થતાં સોશ્યલ મીડિયામાં અર્જુન કપૂરે લખ્યું...

04 February, 2020 01:30 PM IST  |  Mumbai

મમ્મીને યાદ કરીને ભાવુક થતાં સોશ્યલ મીડિયામાં અર્જુન કપૂરે લખ્યું...

અર્જુન કપૂરે તેની મમ્મી મોના કપૂરના બર્થ-ડેના દિવસે તેને યાદ કરીને ઇન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટ લખી છે. મોના કપૂર ૨૦૧૨માં કૅન્સરને લીધે મૃત્યુ પામી હતી. તેના બર્થ-ડે પર તેને યાદ કરતાં તેનો જૂનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અર્જુન કપૂરે કૅપ્શન આપી હતી, ‘હૅપી બર્થ-ડે મૉમ, લવ યુ. આશા રાખું કે તું હાલમાં જ્યાં પણ હોઈશ ત્યાં ખુશ હોઈશ. આ ફોટો તારા છેલ્લા બર્થ-ડેનો છે, જ્યારે આપણે સૌ સાથે હતાં. કદાચ આપણે હજી આવા અનેક બર્થ-ડે સાથે મનાવ્યા હોત તો સારું હોત. હું તને દરેક સમયે યાદ કરું છું એ કહેવું થોડું સ્વાર્થી લાગશે, પરંતુ હું ખરેખર તને ખૂબ યાદ કરું છું. પચીસની ઉંમરમાં મેં જ્યારે તમને હંમેશ માટે ગુમાવી દીધી હતી ત્યારે મેં પોતાની જાતને સ્ટ્રૉન્ગ બનાવવાનો ખૂબ પ્રયાસ કર્યો છે અને બન્યો પણ છું, કારણ કે સમાજ એ રીતે જ મને જોવા માગે છે. સૌકોઈ એમ જ ઇચ્છે છે કે યાદોને ભુલાવીને જીવનમાં આગળ વધવું જોઈએ. હું વધુ દિવસો સુધી મજબૂત નથી રહી શકતો. હું ફરીને પાછો તમારી પાસે આવી જાઉં છું. હું ફરિયાદ કરીને અને મારી નૉનસેન્સ વાતોથી તમને હેરાન કરું છું. હૅપી બર્થ-ડે મૉમ. કદાચ આપણે વધુ સમય સાથે પસાર કરી શક્યા હોત. અંશુલા કપૂરે તેનું ફૅનકાઇન્ડ શરૂ કર્યું છે અને તે પણ એમાં સારું કામ કરી રહી છે.’

arjun kapoor anshula kapoor bollywood news entertaintment