અર્જુન કપૂર અને રકુલ પ્રીત સિંહ ફૅમિલી કૉમેડી-ડ્રામામાં દેખાશે

07 November, 2019 11:44 AM IST  |  Mumbai

અર્જુન કપૂર અને રકુલ પ્રીત સિંહ ફૅમિલી કૉમેડી-ડ્રામામાં દેખાશે

અર્જુન કપૂર અને રકુલ પ્રીત સિંહ

અર્જુન કપૂર અને રકુલ પ્રીત સિંહ બન્ને પહેલી વાર સાથે કામ કરી રહ્યાં છે. અર્જુન હાલમાં તેની ‘પાનીપત’માં વ્યસ્ત છે. આ ફિલ્મને ફિલ્મમેકર નિખિલ અડવાણી, ભૂષણ કુમાર અને જૉન એબ્રાહમ પ્રોડ્યુસ કરી રહ્યાં છે. ફૅમિલી કૉમેડી-ડ્રામા ફિલ્મનું હજી સુધી નામ નક્કી કરવામાં નથી આવ્યું. આ વિશે અર્જુન કપૂરે કહ્યું હતું કે ‘હું જૉઇન્ટ કૉમેડીમાં મોટો થયો છું. મારું માનવું છે કે પ્રેમ, શક્તિ અને સપોર્ટ માટે સૌથી મહત્ત્વનું ફૅમિલી છે. અમારી ફિલ્મ એના પર જ આધારિત છે. આ ફિલ્મની તૈયારી દરમ્યાન પણ હું ખૂબ જ મજા કરી રહ્યો છું.’

arjun kapoor rakul preet singh