અર્જુન કપૂર અને મલાઇકા અરોરા વચ્ચે પોતાની જ રિલેશનશિપ વિશે ગજબનું કન્ફ્યુઝન

24 September, 2025 09:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હોમબાઉન્ડની પ્રીમિયર નાઇટમાં એકબીજાને પહેલાં ઇગ્નૉર કર્યાં, પછી પ્રેમથી ગળે મળ્યાં

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

હાલમાં જાહ્‍‍‍નવી કપૂર, ઈશાન ખટ્ટર અને વિશાલ જેઠવાને લીડ રોલમાં ચમકાવતી ‘હોમબાઉન્ડ’ની પ્રીમિયર નાઇટમાં ભૂતપૂર્વ પ્રેમીઓ અર્જુન કપૂર અને મલાઇકા અરોરાના એકબીજા પ્રત્યેના વિચિત્ર વર્તને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ પ્રીમિયરમાં અર્જુન અને મલાઇકાનો જ્યારે એકબીજા સાથે પહેલી વખત સામનો થયો ત્યારે બન્નેએ એકબીજાની અવગણના કરી હતી અને વાત કરવાનું ટાળ્યું હતું. એ સમયે બન્ને અજાણી વ્યક્તિની જેમ આગળ વધી ગયાં હતાં. જોકે થોડા સમય પછી રેડ કાર્પેટ પર જ્યારે તેમની વચ્ચે ફરી મુલાકાત થઈ ત્યારે બન્ને એકબીજાને પ્રેમથી ગળે મળ્યાં હતાં. અર્જુન અને મલાઇકાના આ બેવડાં ધોરણના બન્ને વિડિયો વાઇરલ થયા છે ત્યારે લાગે છે કે આ બન્ને વચ્ચે પોતાની જ રિલેશનશિપ વિશે કન્ફ્યુઝન છે.

arjun kapoor malaika arora relationships viral videos entertainment news bollywood bollywood news bollywood gossips