બિલ્ડિંગમાં કોરોનાનો દરદી મળી આવતાં ચિંતિત છે અર્જુન બિજલાણી

26 May, 2020 09:12 PM IST  |  Mumbai Desk | Agencies

બિલ્ડિંગમાં કોરોનાનો દરદી મળી આવતાં ચિંતિત છે અર્જુન બિજલાણી

અર્જુન બિજલાણી

અર્જુન બિજલાણીના બિલ્ડિંગમાં કોરોનાનો દરદી મળી આવતાં તે ચિંતામાં મુકાયો છે. અર્જુન બિજલાણી અને બોની કપૂર એક જ બિલ્ડિંગમાં રહે છે. બોની કપૂરના ઘરે કામ કરતા હાઉસ હેલ્પરને પણ કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. અર્જુન તેની વાઇફ અને પાંચ વર્ષના દીકરા સાથે હોમ-ક્વૉરન્ટીન છે. આ વિશે જણાવતાં અર્જુને કહ્યું હતું કે ‘અમારા બિલ્ડિંગના પહેલા માળ પર રહેતા ડૉક્ટરની ફૅમિલીને આ સંક્રમણ લાગ્યું છે. હું છઠ્ઠા માળ પર રહું છું. હું પૂરી રીતે ઘરમાં ક્વૉરન્ટીન છું. મને લાગે છે કે બિલ્ડિંગને અથવા તો કેટલાક ફ્લોર્સને સીલ કરવામાં આવશે. થોડા સમય પહેલાં બાજુના બિલ્ડિંગનો રિપોર્ટ મળ્યો હતો અને હવે અમારા બિલ્ડિંગમાં પૉઝિટિવ મળી આવ્યા છે. અમારે હવે વધુ કાળજી લેવી પડશે. મને એ વાતની ચિંતા છે કે મારા ઘરમાં પાંચ વર્ષનો મારો દીકરો છે. જોકે વર્તમાનમાં સકારાત્મક રહેવું અગત્યનું છે. હું પ્રાર્થના કરું છું કે મારી ફૅમિલીને એની અસર ન થાય.’

bollywood bollywood gossips bollywood news arjun bijlani