સિડનીમાં લાઇવ કૉન્સર્ટમાં રિલીઝ અગાઉ ‘કેસરિયા’ ગીત ગાઈને અરિજિત સિંહે કર્યા ફૅન્સને મોહિત

18 July, 2022 06:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અયાન મુખરજીની આ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મૌની રૉય પણ લીડ રોલમાં છે

સિડનીમાં લાઇવ કૉન્સર્ટમાં રિલીઝ અગાઉ ‘કેસરિયા’ ગીત ગાઈને અરિજિત સિંહે કર્યા ફૅન્સને મોહિત

સિડનીમાં શનિવારે આયોજિત લાઇવ કૉન્સર્ટમાં અરિજિત સિંહે ‘બ્રહ્માસ્ત્ર’નું ‘કેસરિયા...’ ગીત ગાઈને ફૅન્સને મોહિત કર્યા હતા. આ ગીત ગઈ કાલે રિલીઝ થયું છે. અયાન મુખરજીની આ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મૌની રૉય પણ લીડ રોલમાં છે. ૯ સપ્ટેમ્બરે આ ફિલ્મ હિન્દી, તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં થિયેટરમાં રિલીઝ થશે. ‘કેસરિયા’ને પ્રીતમે કમ્પોઝ કર્યું છે. લાઇવ કૉન્સર્ટમાં અરિજિતે આ ગીત ગાઈને લોકોનાં દિલ જીતી લીધાં હતાં. આ ગીત રિલીઝ થયા બાદ પોતાની લાગણી વ્યક્ત કરતાં અરિજિત સિંહે કહ્યું કે ‘પ્રીતમદાની ટ્યુન અને અમિતાભના લિરિક્સ દ્વારા આ એક સારી શરૂઆત છે. મેં માત્ર મારી ભૂમિકા ભજવી. રણબીર અને આલિયાએ આ ગીતનો જાદુ સ્ક્રીન પર રેલાવ્યો છે. મને પૂરી ખાતરી છે કે ‘કેસરિયા’ ગીત લોકોના દિલમાં કાયમ રહેશે.’

entertainment news bollywood news arijit singh