પહલગામ અટૅક પછી રદ કરી ચેન્નઈ કૉન્સર્ટ અરિજિત સિંહે, અપાશે રીફન્ડ

26 April, 2025 06:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અગાઉ તેણે અબીર ગુલાલ માટે શિલ્પા રાવ સાથે ‘ખુદાયા ઇશ્ક’ ગીત ગાવા બદલ ટીકાનો ભોગ બનવું પડ્યું હતું

સિંગર અરિજિત સિંહ

સિંગર અરિજિત સિંહે બાવીસમી એપ્રિલે કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને રવિવારે ૨૭ એપ્રિલે ચેન્નઈમાં યોજાનારી પોતાની કૉન્સર્ટ રદ કરવાનો નિર્ણય લીધો છે. તેણે આ કપરા કાળમાં પીડિતો પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવવા માટે આ પગલું ભર્યું છે.

આ કૉન્સર્ટના આયોજકોએ સૂચના જાહેર કરતાં કહ્યું હતું કે ‘મહત્ત્વની અપડેટ. હાલમાં ઘટેલી દુખદ ઘટનાઓને ધ્યાનમાં રાખીને આયોજકો અને કલાકારોએ મળીને ૨૭ એપ્રિલે રવિવારે ચેન્નઈમાં યોજાનારો આગામી શો રદ કરવાનો નિર્ણય લીધો છે. ટિકિટ લેનાર તમામ વ્યક્તિઓને રીફન્ડ આપવામાં આવશે અને રકમની જે રીતે ચુકવણી કરવામાં આવી હશે એ જ મોડમાં રિટર્ન કરવામાં આવશે.’

આ પહેલાં અરિજિતને પાકિસ્તાની ઍક્ટર ફવાદ ખાનની ફિલ્મ ‘અબીર ગુલાલ’ માટે શિલ્પા રાવ સાથે ‘ખુદાયા ઇશ્ક’ ગીત ગાવા બદલ ટીકાનો ભોગ બનવું પડ્યું હતું. આ પહેલાં સંગીતકાર અ​િનરુદ્ધ રવિચંદરે પણ આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને તેની બૅન્ગલોર કૉન્સર્ટની ટિકિટોનું વેચાણ અટકાવી દીધું હતું.

arijit singh pakistan Pahalgam Terror Attack chennai bollywood news bollywood buzz bollywood gossips bollywood