શું પ્રિયંકા અને નિક લઈ રહ્યા છે છૂટાછેડા? અહીં જાણો સત્ય

30 March, 2019 11:50 AM IST  |  મુંબઈ

શું પ્રિયંકા અને નિક લઈ રહ્યા છે છૂટાછેડા? અહીં જાણો સત્ય

પ્રિયંકા અને નિક પડશે અલગ?(તસવીર સૌજન્યઃ યોગેન શાહ)

અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને અમેરિકન સિંગર નિક જોનાસે 6 મહિના એકબીજાને ડેટ કર્યા બાદ ગયા વર્ષે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ જ પ્રિયંકા અને નિકની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. જો કે હાલમાં OK મેગેઝીનમાં છપાયેલી એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ કપલ હવે છૂટાછેડા તરફ આગળ વધી રહ્યું છે. આ રિપોર્ટમાં ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે કદાચ નિકયાંકા પોતાના લગ્નનો અંત લાવી દેશે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે નિક જોનસને પ્રિયંકાનો ગુસ્સો અને કંટ્રોલ કરવાનો સ્વભાવ પસંદ નથી. જોનસ પરિવારે નિકને સલાહ આપી છે કે તેઓ જલ્દીથી જલ્દીથ પ્રિયંકા સાથે સંબંધ ખતમ કરી દે. મેગેઝીનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જોનસ પરિવારને લાગ્યું હતું કે પ્રિયંકા એક મેચ્યોર મહિલા છે અને હવે સેટલ થઈને બાળકો પેદા કરવા માંગે છે. પણ હવે પ્રિયંકાના સાસરા વાળાને લાગે છે કે તે એક 21 વર્ષની છોકરી જેવો વ્યવહાર કરે છે.

મેગેઝીને કહ્યું કે જો પ્રિયંકા અને નિકના છૂટાછેડા થાય તો તેમની વચ્ચે સંપત્તિને લઈને વિવાદ પણ ઉભો થશે. અને તેમણે એટલી ઉતાવળમાં લગ્ન કર્યા છે કે તેમના વચ્ચે સંપતિના અધિકાર સંબંધતિ અમેરિકાના કાયદા પર સાઈન નથી કરી.

જો કે બૉલીવુડ લાઈફના રિપોર્ટ પ્રમાણે, પ્રિયંકા અને નિકના છૂટાછેડાના અહેવાલો સાવ પાયાવિહોણા અને ખોટા છે. અન્ય એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ પહેલો મોકો નથી જ્યારે OK મેગેઝીને પ્રિયંકા અને નિકના વિશે આવી અફવા ફેલાવી હોય. આ પહેલા ડિસેમ્બરમાં પણ આ મેગેઝીને એક એવો અહેવાલ છાપ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પ્રિયંકા અને નિક એ વાતને લઈને ઝઘડી રહ્યા છે કે તેઓ લગ્ન બાદ ક્યાં રહેશે.

આ પણ વાંચોઃ બીચ પર બિકિનીમાં પ્રિયંકા ચોપરાનો આવો હતો હોટ અંદાજ

આ સમયે આ કપલ જોનસ પરિવાર સાથે મિયામીમાં વેકેશન માણી રહ્યું છે. અને તેમની તસવીરો પણ વાયરલ થઈ રહી છે.

priyanka chopra Nick Jonas bollywood news