કૉમેડિયનોને ઍક્ટર ગણવામાં નથી આવતા : અક્ષયકુમાર

13 November, 2014 05:26 AM IST  | 

કૉમેડિયનોને ઍક્ટર ગણવામાં નથી આવતા : અક્ષયકુમાર

જોકે અક્ષયે આપેલા એક ઇન્ટરવ્યુમાં કૉમેડિયનો અને ઍક્ટરો વચ્ચેનો ભેદભાવ સમજાવતાં કહ્યું હતું કે ‘કૉમેડિયનોને અવૉર્ડ-ફંક્શનમાં ક્યારેય બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ નથી મળતો. એના બદલે તેમને બેસ્ટ કૉમેડી હીરોનો અવૉર્ડ આપી દેવામાં આવે છે. હું જાણું છું કે કૉમેડી કરવી સરïળ વાત નથી. કૉમેડિયનો સિરિયસ રોલ કરી શકે છે, પણ જે ઍક્ટર સિરિયસ રોલ કરતો હોય તે ક્યારેય કૉમેડી રોલ ન કરી શકે, પણ મને એ નથી સમજાતું કે બૉલીવુડમાં કૉમેડિયનોને ઍક્ટર તરીકે ગણવામાં કેમ નથી આવતા? કોઈ પણ ટ્રૅજિક રોલ કરવા કરતાં કૉમિક રોલ કરવો હજાર ગણો મુશ્કેલ છે. મારા મતાનુસાર કૉમેડિયનોને બેસ્ટ કૉમેડી હીરોનો અવૉર્ડ દેવા કરતાં બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ આપવો જોઈએ.’