બીઇંગ હ્યુમન પર અભિનવ કશ્યપના આરોપને લઈને અરબાઝ ખાને કરી ફરિયાદ

23 June, 2020 07:04 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

બીઇંગ હ્યુમન પર અભિનવ કશ્યપના આરોપને લઈને અરબાઝ ખાને કરી ફરિયાદ

અરબાઝ ખાન

અભિનવ કશ્યપે તાજેતરમાં જ સલમાન ખાનની ‘બીઇંગ હ્યુમન’ પર ચૅરિટીના નામે મની લૉન્ડરિંગનો આરોપ મૂક્યો હતો. એને લઈને અરબાઝ ખાને ફિલ્મ અસોસિએશનમાં ફરિયાદ દાખલ કરી છે. અભિનવ કશ્યપે ‘બીઇંગ હ્યુમન’ને ‘શો-ઑફ’નું પણ માધ્યમ જણાવ્યું હતું. આ આરોપો સામે અરબાઝ ખાને કહ્યું હતું કે ‘અમે આ આરોપો સામે કાયદાકીય કાર્યવાહી કરી છે અને સાથે જ અમે ફિલ્મ અસોસિએશનમાં પણ ફરિયાદ દાખલ કરી છે. અમે આ રીતે જ પગલાં લેવાનું નક્કી કર્યું છે. અમને તેની સાથે લડાઈ લડવામાં કોઈ રસ નથી. અમને જે ઠીક લાગ્યું એ જ અમે કરી રહ્યા છીએ.’

bollywood abhinav kashyap arbaaz khan being human Salman Khan