હું અને અરબાઝ અમારા દીકરા માટે એકબીજાને સાથ આપીએ છીએ : મલાઇકા અરોરા

20 March, 2023 04:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અર્જુન સાથે પ્રી-હનીમૂન તબક્કો એન્જૉય કરી રહી છે મલાઇકા

અરબાઝ ખાન

મલાઇકા અરોરાનું કહેવું છે કે તે અને અરબાઝ ખાન તેમના દીકરા માટે એકબીજાને સાથ આપી રહ્યાં છે. મલાઇકા અને અરબાઝનાં લગ્ન ૧૯૯૮માં થયાં હતાં અને ૨૦૧૭માં તેમના ડિવૉર્સ થયા હતા. તેમને અરહાન નામનો દીકરો છે. દીકરા માટેની જવાબદારી પૂરી કરવા માટે આ બન્ને સાથે આવે છે. એ વિશે મલાઇકાએ કહ્યું કે ‘કો-પેરન્ટિંગ હંમેશાં અઘરું હોય છે. કેટલીક બાબતોને લઈને તમારા વિચારો મળતા નથી. ખાસ કરીને ત્યારે જ્યારે તમારા માર્ગ જુદા હોય. અનેક મુદ્દાને લઈને તમારા વિચારો મેળ નથી ખાતા. જોકે અરબાઝ અને હું આજે સારાં વ્યક્તિ બની ગયાં છીએ. અમને એ વાતનો ગર્વ છે કે અમે એકબીજા માટે અસ્તિત્વ ધરાવીએ છીએ. પ્રેમ ઘટ્યો નથી અને અમારા દીકરાને જરૂરી એવું અટેન્શન આપીએ છીએ.’

મલાઇકાએ જણાવ્યું છે કે તે તેના બૉયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે પ્રી-હનીમૂનનો તબક્કો એન્જૉય કરી રહી છે. આ બન્ને છાશવારે વિવિધ ઇવેન્ટ્સમાં સાથે દેખાય છે અને અનેક વખત સાથે ફરવા પણ જાય છે. મલાઇકાને તેનાં લગ્નના પ્લાન વિશે પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે તે હાલમાં અર્જુન કપૂર સાથે પ્રી-હનીમૂનનો તબક્કો એન્જૉય કરી રહી છે. મલાઇકાએ કહ્યું કે ‘અમે હાલમાં મૅચ્યોર સ્ટેજ પર છીએ, જ્યાં હજી સુધી ઘણુંબધું ડિસ્કવર કરવાની જરૂર છે. જોકે અમે સાથે ભવિષ્ય જોવા માગીએ છીએ. અમે એને લઈને હસીએ છીએ અને મજાક પણ કરીએ છીએ, પરંતુ અમારા રિલેશનને લઈને અમે ગંભીર પણ છીએ. તમારે રિલેશનશિપમાં સકારાત્મક અને સિક્યૉર રહેવું જોઈએ. હું ખૂબ ખુશ અને પૉઝિટિવ છું. અર્જુને મારામાં એ આત્મવિશ્વાસ જગાવ્યો છે. મને નથી લાગતું કે એક જ સમયે બધું ન જણાવી શકાય. હું તેને હંમેશાં કહું છું કે મારે તારી સાથે જીવન પસાર કરવું છે.’

entertainment news bollywood news bollywood gossips bollywood malaika arora arbaaz khan