મને મારી બાયોપિકમાં જરાય રસ નથી : એ. આર. રહેમાન

15 October, 2015 07:45 AM IST  | 

મને મારી બાયોપિકમાં જરાય રસ નથી : એ. આર. રહેમાન



એ. આર. રહમાન પર ઘણાં ડૉક્યુમેન્ટરી અને પુસ્તકો લખવામાં આવ્યાં છે, પરંતુ તે બાયોપિક માટે તૈયાર નથી. આ વિશે જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે ‘નહીં, હું આ પાછળ મારો સમય નહીં બગાડું. મારી વિચારસરણી હાલમાં એકદમ બદલાઈ ગઈ છે. છેલ્લાં ચાર વર્ષમાં ફિલ્મમેકિંગની પ્રોસેસમાં હું એવું કામ કરી રહ્યો છું જે મેં પહેલાં ક્યારેય નહોતું કર્યું, જેમ કે કાસ્ટિંગ. ફિલ્મમેકિંગ પ્રોસેસમાં આ ખૂબ જ જરૂરી અને મહત્વની પ્રોસેસ છે.’

રહમાન તેમની ફિલ્મમેકિંગ પ્રોસેસ પર એક પુસ્તક બનાવવા માગે છે અને સાથે તેમના જીવન પર પણ એક પુસ્તક બનાવવા માગે છે. આ વિશે વધુ જણાવતાં તેઓ કહે છે, ‘હું એવું વિચારી રહ્યો છું કે હું જે પહેલી ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યો છું એના પર પાછળથી એક પુસ્તક બનાવું, કારણ કે આ ફિલ્મ પાછળ ઘણીબધી માહિતીઓ છે. એથી એ લોકોને પસંદ પણ પડશે. લેખિકા મુન્ની કબીર સાથે પહેલેથી જ મારું એક પુસ્તક રજૂ કરવામાં આવ્યું હતું અને અમે બીજા એક પુસ્તક વિશે વિચારી રહ્યાં હતાં, પરંતુ મુન્નીએ કહ્યું હતું કે તારા વિશે હમણાં એટલુંબધું નહીં લખ. હજી પાંચ વર્ષ સુધી રાહ જો, કારણ કે તારી લાઇફ હવે બદલાઈ રહી છે. એથી અમે થોડાં વર્ષોમાં કદાચ ફરી એક પુસ્તક લખીશું.’

પેલેને મળવું મારા માટે સપના જેવું છે : એ. આર. રહમાન




એ. આર. રહમાન કહે છે કે બ્રાઝિલના ભૂતપૂર્વ ફુટબૉલ પ્લેયર લેજન્ડ પેલેને તેમની બાયોપિક માટે મળવું એ મારા માટે સપના સમું હતું. રહમાન પેલેની બાયોપિક ‘પેલે’માં મ્યુઝિક આપી રહ્યા છે, જે દરમ્યાન કલકત્તામાં તેમની મુલાકાત પેલે સાથે થઈ હતી. આ વિશે વધુ જણાવતાં રહેમાન કહે છે, ‘પેલે સ્ર્પોટ્સમાં લેજન્ડ છે અને તેમની બાયોપિક બનાવવી એ તેમના સન્માનની વાત છે. તેમને મળવું મારા માટે ગર્વની વાત છે અને મારા માટે એક સપના સમું છે. હું વેસ્ટ બેન્ગૉલનાં ચીફ મિનિસ્ટર મમતા બૅનરજી અને ‘કલકત્તાના પ્રિન્સ’ સૌરવ ગાંગુલીને પણ મળ્યો હતો.’