શાહિદ કપૂરનો દીવાનો છે અપારશક્તિ ખુરાના

18 June, 2019 10:04 AM IST  |  મુંબઈ

શાહિદ કપૂરનો દીવાનો છે અપારશક્તિ ખુરાના

અપારશક્તિ ખુરાનાએ જણાવ્યું હતું કે તેને શાહિદ કપૂરની સ્ટાઇલ ખૂબ પસંદ છે. એક શોમાં તેને પૂછવામાં આવ્યું હતું કે જો તેને સેમ સેક્સ રિલેશનશિપમાં રહેવાનું હોય તો તે કોને પસંદ કરશે? આ સવાલનો જવાબ આપતાં શાહિદ કપૂરને પોતાની પસંદગી જણાવતાં અપારશક્તિએ કહ્યું હતું કે ‘તે જે રીતે ડ્રેસ પહેરે છે એ મને ગમે છે. મને તેની સ્ટાઇલ ગમે છે. તેની બૉડી-લેન્ગ્વેજ મને પસંદ છે. તે મને ૨૫ વર્ષની ઉંમરનો લાગે છે.’

 

અપારશક્તિને પૂછવામાં આવ્યું હતું કે જો કૅટરિના કૈફ અને આલિયા ભટ્ટ બન્ને એક જ સમયે તેને ડેટ પર જવાનું કહે તો તે કોને ના પાડશે? એના જવાબમાં અપારશક્તિએ કહ્યું હતું કે ‘હું આલિયા માટે કૅટરિનાને ના પાડીશ.’

કઈ ઍક્ટ્રેસ સાથે તે ઇન્ટિમેટ સીન કરવા માગશે? એ સવાલનો જવાબ આપતાં અપારશક્તિએ કહ્યું હતું કે મારા મતે દિશા પટણી ખરેખર હૉટ છે.

પોતાના ભાઈ આયુષ્માન ખુરાના સાથે સરખામણી કરતાં અપારશક્તિએ કહ્યું હતું કે ‘હું નથી માનતો કે હાલમાં હું તેની સરખામણીએ આવી શકું. એથી અમારી વચ્ચે કોઈ સરખામણી ન કરી શકાય. જો લોકો એમ કહેતા હોય કે હું તેના જેવો દેખાઉં છું તો એ હું માનું છું, કારણ કે અમે ભાઈઓ છીએ. જો લોકો એમ કહેતા હોય કે મારો અવાજ તેના જેવો છે તો હું એમ કહીશ કે તે મારા કરતાં વધુ સારો છે. આ વાતને હું મારી પ્રશંસા તરીકે લઈશ. મને એ વાતનો ગર્વ છે કે આયુષ્માને કદી પણ મારી કરીઅર બનાવવા માટે કોઈની પાસે મારી તરફદારી નથી કરી. હું કોઈ પણ જાતની હોશિયારી માર્યા વગર એક વાત કહું છું કે દરેક વ્યક્તિને હીરો બનવું છે. મેં મારી જાતને કહ્યું છે કે જો દરેક જણ હીરો બની જશે તો કોઈએ તો હીરોના ફ્રે‌ન્ડ બનવું પડશે. મને હીરોના ફ્રે‌ન્ડ બનવામાં કોઈ વાંધો નથી.’

shahid kapoor bollywood