બર્થે-ડેના દિવસે પણ કામ કરી રહ્યો છે અપારશક્તિ ખુરાના

18 November, 2020 02:54 PM IST  |  Mumbai | IANS

બર્થે-ડેના દિવસે પણ કામ કરી રહ્યો છે અપારશક્તિ ખુરાના

અપારશક્તિ ખુરાના

અપારશક્તિ ખુરાનાનો આજે જન્મદિવસ હોવા છતાં તે કામ કરી રહ્યો છે. તે આજે 33 વર્ષનો થઈ રહ્યો છે. તે મોટા ભાગે દર વર્ષે તેના જન્મદિવસે કામ કરે જ છે.

આ વર્ષે તે રાજકુમાર રાવ અને ક્રિતિ સૅનન સાથેની ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. આ વિશે અપારશક્તિ ખુરાનાએ કહ્યું હતું કે ‘સાચું કહું તો આ ખૂબ જ અદ્ભુત છે. છેલ્લાં ઘણાં વર્ષથી હું વર્કિંગ બર્થ-ડે સેલિબ્રેટ કરતો આવ્યો છું. રવિવારે પણ કામ કરવામાં મને કોઈ વાંધો નથી. મારું માનવું છે કે તમને જ્યારે તમારા ફૅમિલી અથવા તો કઝિન અથવા તો ફ્રેન્ડ્સ સાથે સમય પસાર કરવા મળે તો એ તમારા માટે બર્થ-ડે અને ઍનિવર્સરી સેલિબ્રેશન બની રહે છે.’

aparshakti khurana bollywood