જાન્યુઆરી 2021માં વિરુષ્કા બેમાંથી થશે 3? વિરાટ કોહલીએ શૅર કરી પોસ્ટ

27 August, 2020 11:18 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

જાન્યુઆરી 2021માં વિરુષ્કા બેમાંથી થશે 3? વિરાટ કોહલીએ શૅર કરી પોસ્ટ

તસવીર સૌજન્ય વિરાટ અનુષ્કા ઇન્સ્ટાગ્રામ

વિરાટ કોહલીએ આ તસવીર શૅર કરવાની સાથે કૅપ્શન આપ્યું છે કે અને પછી, અમે ત્રણ થયા! જાન્યુઆરી 2021માં આવે છે... આ જ તસવીર અનુષ્કા શર્માએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કરી છે અને સાથે તેણે પણ એવું જ કૅપ્શન આપ્યું છે જે વિરાટ કોહલીએ પોતાની પોસ્ટમાં આપ્યું છે.

આ તસવીરમાં વિરાટ કોહલી ગ્રે ટી-શર્ટ અને સાથે વ્હાઇટ પેન્ટમાં જોવા મળે છે જ્યારે અનુષ્કાએ પોલકા ડૉટ્સની ડિઝાઇન ધરાવતું વનપીસ પહેર્યું છે. તેમની આ તસવીરમાં અનુષ્કાનું બેબી બમ્પ સ્પષ્ટ જોઇ શકાય છે. નોંધનીય છે કે તાજેતરમાં જ ક્રિકેટર હાર્દિક પંડ્યા અને પત્ની નતાશા સ્ટેકૉવિક પણ પેરેન્ટ્સ બન્યા છે. બન્નેએ પોતાના છોકરાનું નામ અગસ્ત્ય રાખ્યું છે.

ઉલ્લેખનીય છે કે વિરાટ અને અનુષ્કાના લગ્ન 11 ડિસેમ્બર, 2017ના રોજ થયા હતા. જો કે 2014થી બન્ને વચ્ચે અફેરની ચર્ચા હતી.

cricket news bollywood bollywood news virat kohli virat anushka anushka sharma