શા માટે કરી અનુષ્કાએ ઇમરાન અને સલમાન ખાનની ઉપેક્ષા?

28 December, 2012 05:51 AM IST  | 

શા માટે કરી અનુષ્કાએ ઇમરાન અને સલમાન ખાનની ઉપેક્ષા?




તાજેતરમાં અંધેરી સ્પોટ્ર્સ ક્લબમાં થયેલા એક અવૉર્ડ-ફંક્શનમાં જ્યારે અનુષ્કાએ જોયું કે ઇમરાન ખાન અને સલમાન ખાન બન્ને સાથે છે અને વાતોમાં મશગૂલ છે ત્યારે તે તેમની પાસેથી ચૂપચાપ જાણે કોઈને ઓળખતી જ નથી એમ તેમની સામે નજર નાખ્યા વિના પસાર થઈ ગઈ.

નજરે જોનારા લોકોનું કહેવું છે કે ઇમરાન ખાન બૅકસ્ટેજ પર સલમાનને મળીને વાતો કરી રહ્યો હતો. અનુષ્કા પણ આસપાસમાં જ હતી, પણ તે સલ્લુની હાજરીની નોંધ લેવાના મૂડમાં નહોતી. તે ઇમરાન અને સલમાનની લગોલગ કહી શકાય એમ પસાર થઈ ગઈ, પણ કોઈને બોલાવ્યા નહીં કે નજર પણ મિલાવી નહીં. ઇમરાને પણ તેને રોકી નહીં અને અનુષ્કાએ પણ જાણે જોયું ન જોયું કરી દીધું. દેખીતી રીતે ભલે વિચિત્ર લાગે, પણ બન્ને જુદા-જુદા જૂથનાં છે.

સૌ જાણે છે કે સલ્લુને આમિરનો ભાણિયો ઇમરાન પસંદ છે અને ઇમરાન પણ સલમાનનો ચાહક છે. બીજી તરફ અનુષ્કાએ બે ફિલ્મો જેની સાથે કરી છે એવા શાહરુખ ખાન સાથે તે વધુ કમ્ફર્ટેબલ છે.

આ ઘટના પરથી સમજનારાઓ સમજી ગયા છે કે અનુષ્કા સ્પષ્ટપણે શાહરુખના કૅમ્પને જ સપોર્ટ કરે છે.