અનુષ્કા શર્મા કો ગુસ્સા ક્યોં આયા

19 October, 2012 06:19 AM IST  | 

અનુષ્કા શર્મા કો ગુસ્સા ક્યોં આયા



અનુષ્કા શર્માને જ્યારથી ડિરેક્ટર રાજકુમાર હિરાણીની ‘પીકે’માં હિરોઇન તરીકે સાઇન કરવામાં આવી છે ત્યારથી તેના વિશે જાતજાતની અફવા ફેલાતી રહે છે. લેટેસ્ટ અફવા એ છે કે આ ફિલ્મમાં અનુષ્કાને મુખ્ય હીરો આમિર ખાનની હિરોઇન તરીકે નહીં પણ સપોર્ટિંગ ઍક્ટર ટીવીસ્ટાર સુશાંત સિંહ રાજપૂતની હિરોઇન તરીકે સાઇન કરવામાં આવી છે. આ લેટેસ્ટ અફવા સાંભળીને અનુષ્કા બહુ અપસેટ થઈ ગઈ છે અને તેણે આ વાત સાવ ખોટી હોવાની સ્પષ્ટતા કરી છે. આ અફવા વિશે વાત કરતાં અનુષ્કાની નજીકની એક મિત્ર કહે છે, ‘જ્યારથી અનુષ્કાએ આ ફિલ્મ સાઇન કરી છે ત્યારથી તેના વિશે જાતજાતની અફવા ફેલાતી રહે છે. આ અફવાઓ પાછળ અનુષ્કાની પ્રતિસ્પર્ધીઓનો હાથ છે. હવે અફવા છે કે આ ફિલ્મમાં અનુષ્કાને મુખ્ય હીરો આમિર ખાનની હિરોઇન તરીકે નહીં, પણ સપોર્ટિંગ ઍક્ટર ટીવીસ્ટાર સુશાંત સિંહ રાજપૂતની હિરોઇન તરીકે સાઇન કરવામાં આવી છે જે બિલકુલ ખોટી છે.’

આ વિવાદ વિશે પ્રોડક્શન હાઉસ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે ‘ફિલ્મમાં અનુષ્કાને આમિરની હિરોઇન તરીકે જ સાઇન કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે સુશાંત તો આઠથી દસ દિવસ જ કામ કરવાનો છે. કોઈ વ્યક્તિ કારણ વગર આ અફવા ફેલાવી રહી છે.’